ઉનાની મચ્છુન્દ્રી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ટ્રેકટર-હિટાચી ગરકાવ
ગીર જંગલના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે ઉના-ગીરગઢડા પંથકની મચ્છુંન્દ્રી નદીમાં નવા નીર આવ્યા હતા. નદીના બંને કાંઠે પાણી વહેતાં થયાં હતાં. ત્યારે નદીમાં ડેમનું કામ ચાલુ હોવાથી અચાનક પાણી આવતા હિટાચી મશીન અને ટ્રેકટર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઝુડવડલી ગામની મચ્છુંન્દ્રી નદીમાં નવા ડેમનું કામ શરૂૂ હતું. અને ભારે વરસાદના કારણે સાંજના સમયે અચાનક નદીમાં પાણી આવી જતા સ્થળ પર કામ કરતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. નદીમાં ધીમે-ધીમે પાણીનો પ્રવાહ વધી જતાં નદીમાં રહેલ હિટાચી મશીન તેમજ ટ્રેક્ટર નદીનાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
સદ્દભાગ્યે નદીમાં પાણી આવતા કામ કરતા તમામ વ્યક્તિઓ તાત્કાલિક નદીમાંથી બહાર નીકળી ગયા હતા. જેથી જાનહાનિ ટળી હતી. પરંતુ નદીમાં રહેલાં સાધનો હિટાચી મશીન અને ટ્રેક્ટર ત્યાં જ હોવાથી પાણીના વહેતાં પ્રવાહમાં તણાઈને ડૂબી ગયા હતા. ત્યારબાદ નદીમાં પાણી ઓસરી જતાં હિટાચી મશીન તેમજ ટ્રેક્ટરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.