દ્વારકાના દરિયામાં જીવના જોખમે સ્નાન કરતા પ્રવાસીઓ
યાત્રાધામ દ્વારકાના દરિયામાં આખરની દરિયાઇ પાણીનો કરંટ જોવા મલી રહ્યો છે. સંગમ નારાયણ મંદિર થી ગાયત્રી મંદિર બિચ વચ્ચે જીવના જોખમે સ્નાન કરતા પ્રવાસિઓ કેમેરામાં કેદ થયા હતા. તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોય દરિયામા ડુબવા જેવા અનિચ્છનીય ઘટના ધટે ત્યાર બાદ તંત્ર જાગશે.?
હાલ દ્વારકા ગોમતીધાટ, સંગમનારાયણ મંદિર, ગાયત્રીમંદિર, લાઈટ હાઉસ, તડકેશ્વર મંદિર આસપાસ વગેરે વિસ્તારોમાં દરિયાઇ ભરતી સમયે બાર થી પંદર ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. એવામાં પ્રવાસિઓ દરિયાકાંઠે મોજ લેતા નજરે પડે છે.
ઉલ્લેખનીય છેકે તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં સાવચેતીના બોર્ડ તો માર્યા છે. તે છતાં પ્રવાહિત દરિયાકાંઠે સ્નાન કરવા પડે છે. તંત્ર દ્વારા અહિં દરિયાકાંઠે ઉપર સિક્યુરિટી રાખી દરિયા અજાણ લોકોને આવા વિસ્તારોમાં ન જવા દેવા જોયે આવા દરિયાઇ પાઈટ ઉપર તાત્કાલિક સિક્યુરિટી ગોઠવવા માંગ ઉઠી છે.