માર્કેટીંગ યાર્ડમાં સોયાબીનની મબલક આવક
05:25 PM Nov 19, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ માર્કેટિગ યાર્ડમા આજે બુધવારના અંદાજે 1000 થી વધુ વાહનોમા જણસીની મબલક આવક થવા પામી હતી. જેમા સોયાબીન , ઘંઉ, ચણા, લસણ, કાળા તલ, સફેલ તલ, સિંગ ફાડા અને જીરુની આવક થવા પામી છે જેમા સોયાબીન 10000 મણ, ઘંઉ 5500 મણ , ચણા 8000 મણ, લસણ 4500 મણ , સફેદ તલ 8200 મણ, જીરુ 5500 મણ, સિંગફાડા 8500 મણ, કાળા તલ 2000 મણ થવા પામી હતી જણસીઓ ભરેલા વાહનોને માર્કેટીંગ યાર્ડમા ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઇ કરવામા આવી હતી. રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમન તથા ડિરેકટરો સહીતનાં સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામા આવી હતી.
Advertisement
Next Article
Advertisement