લગ્ન બાદ આગલા ઘરની દીકરીને સાચવવાની ના પાડી પરિણીતાને ત્રાસ
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર ગિરનાર સોસાયટીમાં બે વર્ષથી માવતરે રહેતા રીટાબેન ટાંકએ કેશોદ રહેતા પતિ જગદીશભાઈ, સસરા મગનભાઈ વિરજીભાઈ ટાંક, દિયર અનીલ, સાસુ જયાબેન અને નણંદ વર્ષાબેન હિતેશભાઈ નૈના સામે મહિલા પોલીસમાં શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
રીટાબેને પોલીસને જણાવ્યું કે,આ તેના બીજા લગ્ન છે. તેને એક પુત્રી છે.લગ્નના ત્રણેક માસ બાદથી સાસરીયાઓ ઘરની નાની-નાની બાબતમાં ત્રાસ આપવા લાગ્યા હતા.પતિ લગ્નની પહેલી રાત્રે શરીર સબંધ બાંધી શક્યો નહીં જેથી તેમને દવા કરાવવાનું કહયું હતું.તેમની દવા ચાલુ હતી તેવામાં તેઓ વચ્ચે દવા ન લેતા બંને વચ્ચે માથાકૂટ થતી રહેતી હતી.લગ્ન સમયે તેના આગલા ઘરની પુત્રીની જવાબદારી સાસરીયાઓએ લીધી હતી.પરંતુ બે મહિના બાદ સાસરીયાઓ તેની પુત્રીને માવતરે મોકલી આપવા દબાણ કરતા હતા. સાસુ ઘરની બહાર નીકળવા દેતા ન હતા કે કોઈ સાથે વાત કરવા દેતા ન હતા.ચીજવસ્તુની જરૂૂર હોય તો તે દિયર લઇ આવતો હતો.સાસુ કામવાળીની જેમ આખો દિવસ કામ કરાવી.તને કામ કરવા માટે જ લઈ આવ્યા છીએ, બાકી હું તો તારી સાથે મારા દીકરાના સબંધ કરવાની ના પાડતી હતી તેમ કહી ટોર્ચર કરતા હતા.
નણંદ ઘરે આવે ત્યારે અને ફોનમાં સાસરીયાને ચડામણી કરતી હતી.એટલું જ નહીં તેના આગલા લગ્ન અને પુત્રી બાબતે મેણા ટોણાં મારી ટોર્ચર કરતા હતા.બે વર્ષ પહેલા ઘરે નાની બાબતે માથાકૂટ થતા સાસુ તું હાલતી ની થઈ જા,તારા જેવાનું મારે કાંઈ જરૂૂરી નથી,મેં પહેલા જ મારા દિકરાને તારી સાથે લગ્નની ના પાડી હતી.કહી ગાળો આપી હતી.આથી તે પિયર જવા નીકળતા બસ મથકે પહોંચતા ત્યાં આવેલા પતિ અને દિયરે સમાધાનના બદલે ઝઘડો કર્યા બાદ પતિ તેને રાજકોટ સાસરે મુકી ગયો હતો. બે મહિના પહેલાં સાસરીયા સમાધાન કરવા આવ્યા ત્યારે દિયરે ગાળો આપતાં ઝઘડો થયો હતો.બાદમાં મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.