માણાવદર-વિસાવદર-માળિયા-દ્વારકામાં ધોધમાર વર્ષા
બપોરે બે વાગ્યા સુધીમાં 126 તાલુકામાં વરસાદ, માણાવદર પંથક ડુબડુબા
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, જામનગર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા સતત ધમરોળી રહ્યા છે. આજે સવાર સુધીમાં 150 તાલુકામાં ઝાપટાથી માંડી 8 ઇંચ વરસાદ નોંધાયા બાદ આજે સવારથી મેઘરાજાએ ખંભાળીયા તાલુકાના કલ્યાણપુર, જુનાગઢના માણાવદર- વિસાવદર- માળીયા હાટીના, ગિરગઢડા ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને ઉપલેટા પંથકમાં તોફાની બેટીંગ કરી હોય તેમ 5 થી 11 ઇંચ વરસાદ પડી જતા સર્વત્ર પુર જેવી સ્થિતિ સર્જાયેલ છે. બપોર સુધીમાં વધુ 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
આજે સવારે 8 થી બપોરના બે વાગ્યા દરમિયાન મળેલા આંકડા મુજબ કલ્યાણપુરમાં 11, માણાવદરમાં 6ાા, વિસાવદરમાં 5ાા, માળીયા હાટીનામાં 5ાા, દ્વારકામાં 5ાા, ઉપલેટામાં પાંચ અને ગિરગઢડામાં પાંચ ઇંચ વરસાદ ત્રાટકયો છે.
માણાવદર શહેરમાં સવારે 6 થી બપોરે બે સુધીમાં 6ાા ઇંચથી વધુ અનરાધાર વરસાદથી નીચાણવાળા અને શહેરના માર્ગો ઉપર પાણી ભરાયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાંથી બસ સ્ટેન્ડ સામે, બાંટવા રોડ સામે તાકીદે સ્થળાંતર કરવાની સુચના આપી દીધી છે. હાલ તમામ નદી અને ડેમો ભયજનક સ્થિતિએ વહી રહ્યા છે. હાલ અનરાધાર વરસાદે સમગ્ર શહેર અને પંથકમાં સ્થિતિ બગડતી જાય છે. હાલ બાંટવા ખારા ડેમના 10 દરવાજા 4 ફુટ ખોલતા દરીયાની જેમ પાણી વહી રહ્યું છે. નીચાણવાળા ગામનો સંપર્ક તુટયો છે.
15 થી વધુ ગામોનાં સંપર્ક તુટયા છે રસ્તા પુર હોનારતના કારણે બંધ થયા છે. ગ્રામ્યમાં 7 થી 8 ઇંચ ભારે વરસાદ પડી ચુકયો છે. હાલ તમામ નદી ડેમો ભજનક રીતે વહી રહ્યા છે. ખેતરો પણ તળાવમાં ફેરવાઇ ગયા છે. બાટવા ખાતે પણ 3-3 ફૂટ પાણી ભરાયા છે. તો શહેરમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાલ ક્ધટ્રોલ રૂમ દ્વારા ચીફ ઓફિસરને સ્થળાંતર કરવા આદેશો આપી ચૂક્યા છે. હજુ એનડીઆરએફની ટીમ બોલાવી નથી. ક્ધટ્રોલરૂમ સૂત્રોએ જણાવ્યુ કે, સ્થાનિક તરવૈયા સ્ટેન્ડ ટુ રખાયા છે.
હાલ, લીંબુડા, ગણા, ઇન્દ્રા, પાદરડી, સમેગા, કોડવાવ, થાપલા, કોયલાણા, મટીયાણા, આંબલીયા, પીપલાણા, સારગ પીપળી, ભીમોરા સહિત અનેક ગામોમાં સંપર્ક તુટ્યો છે. ઓઝત કાંઠા અને ભાદર કાંઠાના ગામો પૂર પાણીથી અસર ગ્રસ્ત છે. બાંટવા એસટી ડેપોના તમામ રૂટ હાલ બંધ કરવાની ફરજ પડી છે.