For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇકોઝોન મુદ્દે વિરોધ કરતા પ્રવિણ રામ સહિતનાની અટકાયત

11:42 AM Nov 25, 2024 IST | Bhumika
ઇકોઝોન મુદ્દે વિરોધ કરતા પ્રવિણ રામ સહિતનાની અટકાયત
Advertisement

ગીર સોમનાથ જિલ્લામાં ચિંતન શિબિરના ત્રીજા દિવસે સવારના સમયમાં ઉમરેઠી ડેમ ખાતે મોર્નિંગ વોક અને યોગના કાર્યક્રમો યોજવાના હતા, આ ડેમમાં મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિઓ આવવાના હોય એ રીતે ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો, ખરાબ રસ્તાઓની જગ્યાએ રાતોરાત ડામર રસ્તાઓ બની ગયા,ડેમની દીવાલોના રાતોરાત કલર કરી દેવામાં આવી, ડેમના મુખ્ય દરવાજાઓને ફૂલોથી સજાવવામાં આવ્યા બાજુના ગામમાં આંબાના બગીચાઓમાં ખાટલા બેઠકો યોજવામાં આવી પરંતુ અચાનક એવું તો શું થયું કે મુખ્યમંત્રી તો ઠીક મંત્રીઓ પણ દેખાયા નહિ, લોકમુખે એવી ચર્ચાએ જોર પકડ્યું કે આપનેતા પ્રવીણ રામની ચીમકી ના પગલે વિરોધનો સામનો કરવો ના પડે એટલા માટે આ હિરણ ડેમના કાર્યક્રમ કોઈ દેખાયા નહિ પરંતુ વાસ્તવિકતા જે હોય તે પરંતુ એટલા ખર્ચાઓ કરી કોઈ આવ્યું નહિ એ આજુબાજુના ગામના લોકોના મુખે ચર્ચાનો વિષય બન્યો છે.

મુખ્યમંત્રીના પ્રોટોકોલ મુજબ તામજામ ગોઠવાયો હતો પરંતુ આપનેતા પ્રવીણ રામની ચીમકીના પગલે ઉમરેઠી ડેમ ખાતે મુખ્યમંત્રી તો ઠીક પરંતુ મંત્રીઓ પણ ના દેખાયા એવા સમાચાર મળી રહ્યા છે ચિંતન શિબિરમાં ઇકોઝોન મુદ્દે અને જિલ્લાના અન્ય મુદ્દાઓને લઈને મુખ્યમંત્રી પાસે મળવાનો સમય માંગ્યો હતો પરંતુ મુખ્યમંત્રીએ સમય આપવાની જગ્યાએ પોલીસે 3 દિવસ સુધી ઘુંસિયાં ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાય ગયો હતો અને પ્રવીણ રામને સતત નજરકેદમાં રાખવામાં આવ્યા હતા ,છતાં પણ ત્રીજા દિવસે આપનેતા પ્રવીણ રામે છેલ્લા દિવસે ખેડૂત આગેવાનો સાથે સોમનાથ તરફ કૂચ કરતા પોલીસે આપનેતા પ્રવીણ રામ, વિજય હીરપરા,દેવેન્દ્ર સોલંકી, ડી બી સોલંકી , ભિમસી પંડિત ,નિતેશ પટેલ સહિત તમામ આગેવાનોની અટકાયત કરી હતી.

Advertisement

અટકાયત બાદ આપનેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે ભાજપની આ ચિંતન શિબિર નહોતી ,આ ભાજપની જલસા શિબિર હતી કારણકે જો હકીગતમાં ચિંતન શિબિર હોત તો કદાચ ઇકોઝોન મુદ્દે ચર્ચા થઈ હોત અને ચિંતન થયું હોત પરંતુ ચિંતન કરવાની જગ્યાએ અમારી અટકાયત કરવામાં સરકારે ચિંતન કરવામાં સમય બગાડ્યો, સરકાર ઇકોઝોનના મુદ્દાને લઈને ચિંતન કરવા તૈયાર ના હોય એમનો સીધો મતલબ એ થાય છે ભાજપ સરકાર કોઈ પણ ભોગે ઇકોઝોન ગીરમાં ઘુસાડવા માંગે છે ત્યારે હવે આવનારા દિવસોમાં ભાજપને નાબૂદ કરવા સિવાય કોઈ જનતા પાસે વિકલ્પ નથી, આ સિવાય ચિંતન શિબિરમાં મુદ્દાઓનું ચિંતન કરવાની જગ્યાએ મંત્રીઓ ઘોડા અને ઊંટ પર સવારી કરવામાં અને મોર્નિંગ વોક કરવામાં વ્યસ્ત હતા પરંતુ ભાજપના નેતાઓને ગીર સોમનાથ જિલ્લાના સળગતા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે સમય મળ્યો નહોતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement