રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડાપ્રધાન કાલે ફરી ગુજરાતમાં, મોટેરામાં એક લાખ લોકોને સંબોધશે

12:02 PM Feb 21, 2024 IST | Bhumika
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ તા.22 ફેબ્રુઆરીને ગુરુવારે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન આ જ સપ્તાહમાં ફરીથી 24 અને 25 ફેબ્રુઆરી પણ જામનગર અને રાજકોટની મુલાકાતે આવવાના છે.
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) અમુલની ગોલ્ડન જ્યુબિલી સમારોહ 22મીએ ઉજવાઇ રહ્યો છે. આ સમારોહમાં મુખ્ય મહેમાન પદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં મોટેરાના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુરુવારે સવારે 10 વાગે સમારોહનું ઉદ્ઘાટન કરશે. અને અંદાજે એક લાખની મેદનીને સંબોધન કરશે.

Advertisement

આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. ફેડરેશનના તમામ સભ્યો, સહકારી ક્ષેત્રના આગેવાનો આ સમારોહમાં હાજર રહેશે.વડાપ્રધાન બપોરે 12 વાગ્યા પછી મહેસાણા જિલ્લાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા તરભ ખાતે હેલિકોપ્ટર મારફતે પહોંચશે. અહીં વડાપ્રધાનના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા, પૂજન અને અર્ચન થશે. વડાપ્રધાન અહીં રાજ્યભરમાંથી આવેલા વિશાળ માલધારી સમાજના સમુહને સંબોધન કરશે. બપોર બાદ વડાપ્રધાન નવસારી જવા રવાના થશે. નવસારી ખાતે પીએમ મિત્ર પાર્ક અને અન્ય સરકારી યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે અ્ને જાહેર જનતાને સંબોધન કરી વારાવણસી જવા રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી ખાતે બનાસડેરી દ્વારા એક વિશાળ ડેરી પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે. આ ડેરી એકમનું 23મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે ત્યારે વડાપ્રધાનની વિઝીટ અને કાર્યક્રમની સમીક્ષા માટે બનાસડેરીના ચેરમેન એવા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મંગળવારે વારાણસી જવા રવાના થયા હતા. આને લીધે બુધવારે વિધાનસભાનું સંચાલન ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને વિધાનસભા અધ્યક્ષ પેનલના સભ્યો મારફતે કરવામાં આવશે.

ગુજરાત પ્રવાસ દરમિયાન, પીએમ મોદી નવસારી ખાતે મિત્રા એપરેલ પાર્કનું ખાતમુહૂર્ત કરશે. કરોડોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ સાથે વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મનપાને વિકાસની ભેટ આપશે.

 

જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો 9 કલાક બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે પીએમ મોદીના આગમનને તૈયારીઓના ભાગરૂૂપે અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું બહાર પાડી શહેરજનોને માહિતી આપી છે કે સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જનપથ ટીથી લઈને મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો રસ્તો બંધ રહેશે. ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી રૂૂ. 1130 કરોડના 14 વિકાસના કામોનું લોકાર્પણ કરશે. સાથે જ રૂૂ. 2112 કરોડના 35 કામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી નવસારી બાદ કાકરાપાર જઈ શકે છે. કાકરાપાર ખાતે બનેલા 700-700 મેગાવોટના બે પ્લાન્ટ દેશને સમર્પિત કરશે. ઙખ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને તાપી જિલ્લાની મુલાકાત લઈ શકે છે.

Tags :
gujaratgujarat newsPrime Minister Narendra MODI
Advertisement
Next Article
Advertisement