કાલે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 65 કેસો રજૂ કરાયા
06:16 PM Sep 09, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
રાજકોટ જ્લ્લિા કલેકટરના ડો.પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને આવતીકાલે લેન્ડ ગ્રેબીંગ કમીટીન બેઠક યોજાનાર છે. આ બેઠકમાં કુલ 65 જેટલા કેસ મુકવામાં આવ્યા છે. જેની ચર્ચા બાદ કેટલા કેસમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવી તે અંગે નિર્ણય લેવાશે. આ બેઠકમાં પોલીસ કમિશનર, મ્યુનિ.કમિશિનર, રૂરલ એસ.પી., ટી.પી.ઓ. સહીતના અધિકારીઓ હાજર રહેનાર છે.
આ સિવાય જિલ્લા કલેકટર કચેરીમાં આવતીકાલે આર.ઓ. બેઠક પણ યોજાનાર છે. જેમાં અરજદારોની પડતર અરજીઓ તેમજ સરકારી જમીનોમાં દબાણો અંગે રિવ્યુ કરવામાં આવનાર છે અને આગામી અઠવાડીયાથી સરકારી જમીનોમાં થયેલા દબાણો હટાવવા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદે દબાણો અંગેનો સરવે પુરો થઇ ગયો હોય હવે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.
Next Article
Advertisement