કાલે વિશ્ર્વ મેલેરિયા દિવસ, વોર્ડવાઈઝ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન
વિશ્વ મેલેરિયા દિવસની શરૂૂઆત વિશ્વ આરોગ્ય સંસ્થાની વિશ્વ આરોગ્ય એસેમ્બલીના 60 માં સત્રમાં મે 2007 માં થઇ હતી. સંસ્થાનો ઉદેશ્ય મેલેરિયા શિક્ષણ અને જાગરૂૂકતાને પ્રોત્સાહન આ5વાનો તથા રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ તકનીકો 5ર માહિતીનો પ્રચાર કરવાનો છે. વિશ્વ મેલેરિયા દિવસ પહેલા આફ્રિકા ‘’મેલેરિયા દિવસ ર5 એપ્રિલ 2001” ના રોજ યોજાયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ 2008 થી સમગ્ર વિશ્વમાં ર5 એપ્રિલને ‘’વિશ્વ મેલેરિયા દિવસ”તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના હેતુ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મેલેરિયા વિશે લોકોને સમજણ અને શિક્ષણ આ5વા તેમજ વૈશ્વિક સ્તરે મેલેરિયા નિવારણ નાબૂદી તથા લોકોમાં જનજાગૃતિ કેળવવા અંગેનો છે. વિશ્વ મેલેરિયા દિવસની આ વર્ષની થીમ Malaria Ends With Us : Reinvest, Reimagine, Reignite (મેલેરિયાનો અંત આ5ણાથી : પુન: રોકાણ કરો, પુન:કલ્પ્ના કરો, પુન જાગૃત કરો’)અંતર્ગત મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય અઘિકારી ડો. જયેશ વકાણીના માર્ગદર્શન હેઠળ અને બાયોલોજીસ્ટના આયોજન હેઠળ શહેરના 3 મેલેરિયા ઝોનલ ઓફીસ, 23 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 46 આયુષ્માન મંદિર ઘ્વારા ક્ષેત્રિય વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે 5ણ ર5 એપ્રિલ 2025, ‘’વિશ્વ મેલેરિયા દિવસ”ની ઉજવણી કરવામાં આવનાર છે. જેનો હેતુ ચોમાસા પહેલા અને દરમિયાન મચ્છર ઉત્પતિ સ્થાનોને શોઘી તેને નાબૂદ કરવા, બિન ઉ5યોગી ઘાબા 5રનો ભંગાર કાટમાળ અને પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ તેમજ વિવિધ પ્રવૃતિઓ હાથ ઘરી સઘન સર્વેલન્સ ઘ્વારા મેલેરિયા પોઝિટીવ દર્દીઓને શોઘી તેને સંપૂર્ણ સારવાર આ5વામાં આવે તો ચોમાસામાં ફેલાતા મેલેરિયા રોગને નિયંત્રિત કરી શકાય.
આરોગ્ય શાખા દ્વારા ર5 એપ્રિલ, ‘’વિશ્વ મેલેરીયા દિવસ” નિમિતે જનજાગૃતિ અંતર્ગત રેલી, જાહેર પ્રદર્શન, શાળા કોલેજોમાં વર્કશો5, મચ્છરના જીવન ચક્રનો લાઇન નિદર્શન, વ્યકિતગત આરોગ્ય શિક્ષણ, જૂથ ચર્ચા, બેનર, 5ત્રીકા વિતરણ જેવા વિવિઘ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
જાહેર પ્રદર્શન સવારે 9થી 12 કલાકે
ઘર્મેશ્વર મહાદેવ મંદિર, ઘરમનગર આવાસ, દેવનગર નાનામૌવા રોડ, ુંજકા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુંજકા ગામ, નંદનવન શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નંદનવન સોસા. શેરી નં. 4, સોમેશ્વર મંદિર મીલા5નગર શેરી નં. 1, અંબામાં મંદિર જીવરાજપાર્ક, ભવાનીનગર દીનદયાળઆરોગ્યકેન્દ્ર ભવાનીનગર, છોટુનગર છોટુનગર મેઇન રોડ, જનાના હોસ્પિટલ હોસ્પિટલ ચોક , માઘા5ર ગામમાઘા5ર ગામ મેઇન રોડ, લોહાનગર લોહાનગર ગોંડલ બ્રીજ પાસે,, કૃષ્ણ્નગર ગાર્ડન, - કુષ્ણનગર 3, આનંદનગર ખોડીયાર ચોક, નંદા હોલ સર્કલહરિઘવા રોડ, ચામુંડાનગર આશ્રમ ચામુંડાનગર, મહાદેવ મંદિર પ્રજા5તિ સોસા., કબીરવન શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કબીરવન સોસા., મહાદેવ મંદિર ખોડીયાનગર, હુડકો શાક માર્કેટ પાસે, હુડકો પોલીસ ચોકી, રણુજા મંદિર, કોઠારીયા મેઇન રોડ ખાતે જાહેર પ્રદર્શન તથા વિનામુલ્યે પોરાભક્ષક માછલી વિતરણ રાખેલ છે. ડો. ઝાકીર હુસૈન પ્રાથમિક શાળા રૈયાઘાર વાસુદેવ સ્કુલ સોહમનગર પટેલ સ્કુલ રણછોડનગર સાંદિ5ની સ્કુલ રાજારામ સોસા. આઇ.ટી.આઇ. ભાવનગર રોડ શાળા નં. 96 ગોવિંદનગર ચેતન સ્કુલ લાલ પાર્ક ચાણકય સ્કુલ ગીત ગુર્જરી સોસા. આઇ.પી. મિશન સ્કુલ, ગુરૂૂભકિત સ્કુલ મનહરપુર 1 વિરાણી સ્કૂલ - વિરાણી ચોક, પંતજલી સ્કુલ શોભના સોસા., શેઠ હાઇસ્કુલ 80 ફુટ રોડ શુભમ સ્કુલ આનંદનગર શાળાનં 81 અ નાના મોવા મોડલ સ્કુલ શિવ5રા મેઇન રોડ રવિન્દ્રનાથ ટાગોર સ્કુલ નિર્મલા કોન્વેન્ટરોડ, કોટેચા ચોક વીનોબા ભાવે સ્કુલ (શાળા નં. 93) મોકાજી સર્કલ પાસે, પી.એન.બી. સ્કૂલ શક્તિનગર ખાતે યોજાશે.