રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલે રૂપાલા રાજકોટમાં, ભાજપ દ્વારા થશે ભવ્ય સ્વાગત

04:48 PM Mar 04, 2024 IST | admin
Advertisement

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટ બેઠકની ટીકીટ મળ્યા બાદ આવતીકાલે પ્રથમ વખત રાજકોટ આવી રહ્યાં હોય રાજકોટ શહેર ભાજપ દ્વારા તેમનું ભવ્યાતીભવ્ય સ્વાગત તેમજ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત આવતીકાલે રૂપાલા રાજકોટ આવ્યા બાદ પોતાના મત વિસ્તારમાં પ્રચાર માટે પ્લાનીંગ સહિતની બેઠકો પણ યોજનાર હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, રાજકોટના ઉમેદવાર જાહેર થયા બાદ પરસોતમભાઈ રૂપાલા આવતીકાલે પ્રથમ વખત રાજકોટ આવી રહ્યાં છે માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. આવતીકાલે મંગળવારે સવારે 10 વાગ્યે પારેવડી ચોક ખાતે ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાનું આતિશબાજી અને બેન્ડવાઝા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. આ માટે શહેર ભાજપના કાર્યકરોને સવારે 10 વાગ્યે પારેવડી ચોક ખાતે પહોંચવા તેમણે અપીલ કરી છે.

Advertisement

પારેવડી ચોક ખાતે સ્વાગત બાદ ભાજપના કાર્યકરો દ્વારા વિશાળ રેલી યોજવામાં આવશે અને ખુલ્લી જીપમાં પરસોત્તમભાઈ રૂપાલા પણ આ રેલી સાથે જોડાઈ શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે. રૂપાલા ઉમેદવાર જાહેર થયા બાદ રાજકોટ આવી રહ્યાં હોય શહેર ભાજપ કાર્યાલય ખાતે તેઓ ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક યોજી રાજકોટ લોકસભા બેઠક ઉપર પ્રચારના પ્લાનીંગને આખરી ઓપ આપે તેવી શકયતા છે.
પરસોત્તમભાઈ રૂપાલાના સ્વાગત માટે શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારો ઉપરાંત વિવિધ મોરચાના પ્રમુખ- ઉપપ્રમુખ- મહામંત્રીઓ તેમજ ભાજપના કોર્પોરેટરો તથા વિવિધ વોર્ડના પ્રભારીઓને કાર્યકરો સાથે પારેવડી ચોક ખાતે પહોંચવાની શહેર ભાજપ દ્વારા સુચના આપવામાં આવી છે. આવતીકાલે સવારે 10 વાગ્યે પારેવડી ચોક ખાતે રૂપાલાનું ભવ્યાતીભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકની ટીકીટ મળ્યા બાદ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી મે બીજા માટે પ્રચાર કર્યો છે હવે મને ટીકીટ મળતાં બીજા લોકો મારા માટે પ્રચાર કરશે.

રાજ્ય સભાના સભ્ય તરીકે કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ તાજેતરમાં યોજાયેલ રાજ્ય સભાની ચૂંટણીમાં રૂપાલાને રિપીટ કરવામાં આવેલ નહીં ત્યારથી જ તેઓ રાજકોટ લોકસભા લડશે તેવી અટકળો થતી હતી અંતે ગત શનિવારે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની પ્રથમ યાદીમાં જ રાજકોટ બેઠક માટે રૂપાલાનું નામ જાહેર થતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહની લાગણી ફેલાયેલ હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement