For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવતીકાલે મનપાના વેરાવિભાગની તમામ બ્રાંચ સાંજે 7 સુધી ખુલ્લી રહેશે

03:39 PM Mar 30, 2024 IST | Bhumika
આવતીકાલે મનપાના વેરાવિભાગની તમામ બ્રાંચ સાંજે 7 સુધી ખુલ્લી રહેશે
  • આજે વધુ 8 મિલકત સીલ, 10ને જપ્તીની નોટિસ, રૂા.2.59 કરોડની વસુલાત

Advertisement

ચાલુ વર્ષનો મિલ્કતવેરો ભરવા માટે આવતી કાલે છેલ્લો દિવસ હોય પરંતુ રવિવાર હોવાથી લોકો વેરો ભરપાઈ કર્યા વગર ન રહી જાય તે માટે મનપાની તમામ ઝોનલ ઓફિસ તેમજ સીવીક સેન્ટર ખાતે સાંજના સાત વાગ્યા સુધી મિલ્કત વેરા માટે ઓફિસ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 8 મિલ્કત સીલ કરી 10ને જપ્તીની નોટીસ ફટકારી ત્રણ નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 2. 59 કરોડની વસુલાત કરી હતી.

મનપાના વેરાવિભાગ દ્વારા કુવાડવા રોડ પર આવેલ બોમ્બે સુપર મોલ થર્ડ ફ્લોર શોપ નં-370 ફળા; 308 ની નોટીસ સામે રીકવરી રૂૂ.50,800, મોરબી રોડ પર અવેલ અમૃત પાર્કમાં 1-નળ કનેક્શન ક્પાત, આર.ટી.ઓ રોડ પર આવેલ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ શોપ નં-37 ને સીલ મારેલ, પેડક રોડ પર આવેલ રતનદીપ સોસાયટી શેરી નં-5 1-નળ કનેક્શન ક્પાત, રણછોડનગરમાં શેરી નં-12 માં 1-નળ ક્નેકશન ક્પાત, મહિકા માર્ગ પર આવેલ દિન દ્યાલ ઇન્ડ.એરીયામાં શેરી નં-7માં 1-યુનિટને નોટીસ આપેલ, સંત કબીર રોડ પર આવેલ ચંપકનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.63,719, સંત કબીર રોડ પર આવેલ 1-યુનિટને સીલ કરેલ, પેલેસ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.3.01 લાખ, પ્રહલાદ પ્લોટમા 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.17 લાખ, ટાગોર રોડ પર આવેલ ગુરુ રક્ષા કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં ઓફીસ નં-201 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.31 લાખ, મવડી રોડ પર આવેલ નવલનગરમાં તુલસીભવન 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.97,804, બોલબાલા રોડ પર આવેલ શુભસર્જિકલ 1-યુનિટ ની નોટીસ સામે રીકવરી રૂા.2.66 લાખ, ગોડલ રોડ પર આવેલ જુના નકાતપાસે મેહુલ બોડી બિલ્ડર્સ ને સીલ મારેલ, કોઠારીયા રોડ પર અવેલ ગોલ્ડેન ઇન્ડ એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.66,570ની કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement