For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોર્ડની પરીક્ષામાં માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબર જાહેર

01:07 PM Feb 07, 2024 IST | Bhumika
બોર્ડની પરીક્ષામાં માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબર જાહેર

ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓને લઈને રાજ્યમાં ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂૂ કરવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ હેલ્પલાઈન શરૂૂ કરાશે જેના દ્વારા વિધાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

Advertisement

હેલ્પલાઇન ઉપર એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટ વિદ્યાર્થીઓને તેમજ સંકળાયેલા લોકોને માર્ગદર્શન આપશે. આ નંબર 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી કાર્યરત રહેશે. વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે 1800 233 5500 ટ્રોલ ફ્રી નંબર અમદાવાદના ડીઇઓએ સારથી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સાથો સાથ એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. જે નંબર 99099 22648 છે. અહીં પણ વિદ્યાર્થીઓ મેસેજ કરીને જરૂૂરી માહિતી મેળવી શકશે.
વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે જે તે વિષયના નિષ્ણાંતો વાત કરશે. આ ટીમમાં મનોવૈજ્ઞાનિકોને પણ સામેલ કરાયા છે. પ્રશ્નનો ઉકેલ વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય તે માટે આ ખાસ વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા કંટ્રોલરૂૂમ પણ શરૂૂ કરાશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement