મોરબી નેહરુ ગેટ ચોકમાં શૌચાલય ખંડેર હાલતમાં
મોરબીના નેહરુ ગેઇટ ચોકમાં આવેલ સૌચાલય ખંઢેર હાલતમાં જોવા મળી રહ્યું છે. તેમજ સૌચાલયમાથી મોટર પણ ઉપડી ગઈ છે અને સૌચાલય બંધ છે જેના કારણે નેહરુ ગેઇટ ચોકમાં ખરીદી કરવા આવતા લોકોને સૌચાલય બંધ હોવાથી હાલાકી પડી રહી છે જેથી નહેરુ ગેઇટ ચોકમાં આવેલ સૌચાલય તાત્કાલિક શરૂૂ કરવા મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર, કલેકટર, પાલિકાના વહિવટ તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખીત રજુઆત કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, સેતા ચિરાગ મનોજભાઈ, રાણેવાડીયા દેવેશ મેરૂૂભાઇ, મુસાભાઇ બ્લોચ સહિતનાએ નગરપાલિકા ચીફ ઓફિસર, કલેકટર, પાલિકાના વહિવટદાર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબીના નહેરૂૂ ગેઇટના ચોકમાં સૌચાલય ખંઢેર હાલતમાં છે જ્યારે એક બાજુ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમ કહે છે કે ઘર ઘર સૌચાયલ તો નહેરૂૂ ગેઇટના ચોકની અંદરજ શોભાના ગાંઠીયા જેવું ખંઢેર હાલતમાં સૌચાલય છે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ કહે છે કે ઘેર ઘેર જાહેર સૌચાલય બનાવો તો લાખોના ખર્ચે સૌચાલયો બનાવ્યા હોવા છતા તમામ સૌચાલય ખંઢેર હાલતમાં છે અને કોઇ દેખભાળ કરવા વાળા પણ અહીંયા નથી તો અહીંય કોઇ પ્રાઇવેટ પાર્ટીને આ સોચાલયનું મેનેજમેન્ટ આપી દો જેથી કરીને અહીંય સૌચાલય સાફ-સફાઇ થાય અને ગંદકી ન થાય અને કોઇ વસ્તુની ચોરી પણ ન થાય કેમ કે હવેતો મોરબી શહેરને મહાનગરપાલીકાનો દરજજો આપવામાં આવેલ છે. પરંતુ અહીંયાતો પ્રાથમિક સુવિધાઓથી પણ આમજનતા વંચીત છે તો તાત્કાલીક ધોરણે સૌચાલયને સાફ-સફાઇ કરાવો અને કોઈ પ્રાઇવેટ પાર્ટીને સોપો જેથી કરીને રેગ્યુલર સાફ-સફાઈ થાય અને ગામડા તથા શહેરની આમ મહિલાઓને તકલીફ ન પડે જેથી સામાજિક કાર્યકરો દ્વારા નહેરુ ગેઇટ ચોકમાં આવેલ સૌચાલય તાત્કાલિક શરૂૂ કરવા માંગ કરી છે.