કેસ પાછો ખેંચવા પતિએ પુત્ર સાથે મળી પત્ની અને પુત્રીને ફિનાઇલ પીવડાવ્યું
શક્તિ કોલોનીની ઘટના : પતિ આડા સંબંધથી દોઢ વર્ષથી અલગ રહેતો હોવાનો આરોપ
કિસાનપરા ચોક નજીક શક્તિ કોલોનીમાં રહેતી મહિલા અને તેની દકરી પર નહેરૂૂનગરમાં અલગ રહેતાં પતિ, પુત્ર સહિતે આવી હુમલો કરી ફિનાઈલ પીવડાવી દેતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પતિ પર સાતેક મહિના પહેલા કેસ કર્યો હોઈ તેની બે દિવસ પછી તારીખ હોઈ કેસ પાછો ખેંચી લેવાનું કહી માથાકુટ કરી હુમલો કરાયાનો અને ફિનાઈલ પીવડાવી દેવામાં આવ્યાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ શરૂૂ કરી હતી.જાણવા મળ્યા મુજબ શીક્ત કોલોનીમાં રહેતાં યાસ્મીનબેન સુલતાનભાઇ કોચલીયા (ઉં.વ.42) અને દિકરી સાહિસ્તા સુલતાનભાઈ કોચલીયા (ઉ.વ.17) રાતે સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. યાસ્મીનબેને પોતાને પતિ સુલ્તાન અને પુત્ર સલમાને માર મારી ફિનાઈલ પીવડાવી દીધાનું અને વચ્ચે પડેલી દિકરી સાહિસ્તાને આગલા ઘરની દિકરી કરિશ્મા અને નણંદની દિકરી ટીનાએ ફિનાઈલ પીવડાવી દીધાનું કહેતાં તબિબે પોલીસને જાણ કરતાં હોસ્પિટલ ચોકીના એએસઆઈ રાયશીભાઈ વરૂૂ, તોફિકભાઈ જુણાય, ભાવેશભાઈ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે આ મુજબની નોંધ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કરાવી હતી.યાસ્મીનબેને હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે તેના સુલ્તાન કોચલીયા સાથે બાર વર્ષ પહેલા લગ્ન થયા છે અને સંતાનમાં એક દિકરી તથા એક દિકરો છે. સુલતાનને આગલા ઘરની એક દિકરી પણ છે. પતિ સુલતાન ફોટોગ્રાફી, વિડીયો શુટીંગનું કામ કરે છે. પતિ અલગ નહેરૂૂનગરમાં રહે છે અને પોતે તથા દિકરી કિસાનપરા ચોક શક્તિ કોલોનીમાં રહે છે. પતિ સામે સાતેક મહિના પહેલા કેસ કર્યો હોઈ તેની બે દિવસમાં તારીખ છે. દિકરા સલમાને પણ અગાઉ હુમલો કર્યો હોઈ તેના વિરૂૂધ્ધ પણ ફરિયાદ કરી હતી. કેસ પાછો ખેંચી લેવાનું કહી પતિ, પુત્ર, પતિની આગલા ઘરની દિકરી સહિતનાએ રાતે ઘરે આવી મારકુટ કરી હતી તેમજ પોતાને અને દિકરી સાહિસ્તાને ફિનાઈલ પીવડાવી દીધી હતી. તેવો આક્ષેપ યાસ્મીનબેને કરતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.