For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વૈભવી શોખ પૂરા કરવા અઠંગ ચોરે અઢી વર્ષમાં 150થી વધુ કારના કાચ તોડ્યા

06:02 PM Feb 07, 2024 IST | Bhumika
વૈભવી શોખ પૂરા કરવા અઠંગ ચોરે અઢી વર્ષમાં 150થી વધુ કારના કાચ તોડ્યા

લગ્નની સીઝન શરૂ થતાંની સાથે જ ચોરગઠિયાને મોકરુ મેદાન મળી જાય છે. ત્યારે ખાસ કરીને પાર્ટીપ્લોટમાં યોજાતા લગ્નપ્રસંગે પાર્કિંગમાં પડેલા કારના કાચ તોડી તેમાંથી કિંમતી માલ સામાન અને રોકડની ચોરીના અનેક બનાવો પ્રકાસમાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં જ મવડી કણકોટ રોડ પર આવેલ પાર્ટીપ્લોટના પાર્કિંગના શાપર-વેરાવળના કારખાનેદારની કારના કાંચ તોડી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. જે ગુનાનો સીસીટીવી ફૂટેજના આધારે તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખી અઠંગ તસ્કરની આગવીઢબે પુછપરચ કરતા રાજકોટ શહેર જિલ્લાના 65 ગુનાની કબુલાત આપી છે. જ્યારે મુદ્દામાલ કબ્જે કરવા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ મવડી કણકોટ રોડ પર આવેલ શ્યામ પાર્ટિપ્લોટમાં શાપર-વેરાવળના કારખાનેદારની આઈ-20 કારના કાચ તોડી તેમાંથી દાગીના અને રોકડ સાથેની પર્સની ચોરી થયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ માટે પડકારરૂપ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તાલુકા પોલીસે પાર્ટીપ્લોટ અને આજુબાજુના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં એક ગઠિયો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે 150 ફૂટ રીંગ રોડ પાટીદાર ચોકમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નોલી ગામના અને હાલ ગોંડલ રહેતા ધરમ જશવંતભાઈ ધાંધિયા ઉ.વ.27 નામના વિપ્ર યુવાનની ધરપકડ કરી તેની પાસેથી હાથમાં પહેરવાનું કડુ સોનાની માળા, સોનાનું પેંડલ રોકડ અને બાઈક મળી કુલ રૂા. 2.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની આગવીઢબની પુછપરછમાં આરોપી પ્રાઈવેટમાં નોકરી કરતો હોય પરંતુ વૈભવી શોખ ધરાવતો હોય અને તાજેતરમાં જ લગ્ન થયા હોય લગ્ન ખર્ચ અને વૈભવી શોખ પુરા કરવા ગઠિયાએ કારના કાંચ તોડવાની શરૂઆત કરી હતી અને છેલ્લા અઢી વર્ષમાં 150થી વધુકારના કાંચ તોડ્યા હોવાની કબુલાત આપી છે. જેમાં રાજકોટના આર્કિટેક, કારખાનેદારો, અધિકારીઓ, વેપારીઓની કારને નિશાન બનાવી હતી. આરોપીએ રાજકોટ શહેર અને જિલ્લાની 65 ચોરીની કબુલાત આપી છે જેમાંથી 7માં જ ગુના દાખલ થયા છે જ્યારે બાકીના ગુના દાખલ કરવા પોલીસે કવાયત હાથ ધરી છે. અનેે ભોગ બનનારાઓએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરવા સુચના આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement