યુવકની સગાઇ તોડાવવા ઇન્સ્ટાગ્રામમાં મંગેતરના મોર્ફ કરેલા નગ્ન ફોટા મોકલ્યા
જામજોધપુરના હોથીજી ખડબા ગામના શખ્સ સામે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટના એક યુવાનની સગાઈ તોડાવવા માટે જામજોધપુરના હોથીજી ખડબા ગામના શખ્સે ઇન્સ્ટાગ્રામ આઇડી માંથી મંગેતરના મોર્ફ કરેલા નગ્ન ફોટા મોકલી બદનામ કરવાનું કાવતરું ઘડયું હોવાની ફરિયાદ નોંધાવી છે.
સહકાર મેઇન રોડ પરની ખોડિયાર સોસાયટીમાં રહેતા કુલદિપસિંહ ચુડાસમાં (ઉ.વ.25)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામજોધપુરના હોથીજી ખડબા ગામના દેવેન્દ્રસિંહ જશુભા જાડેજાનું નામ આપ્યું હતું. કુલદિપસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની સગાઇ બે મહિના પહેલા જ થઇ છે, ગત તા.12 જુલાઇના પટેલ કૃતિ 302 નામના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી મેસેજ આવ્યો હતો અને મેસેજ કરનારે કુલદિપસિંહને કહ્યું હતું કે તમારી મંગેતર સાથે તેને પ્રેમ સંબંધછે અને સગાઇ તોડી નાખો, બાદમાં યુવકની વાગ્દતાના મોર્ફ કરેલા નગ્ન ફોટો પણ મોકલ્યા હતા. તેમજ સાળા અર્જુનસિંહ ગોહિલને પણ ઉપરોકત આઈડમાંથી સગાઈ તોડી નાખવા તથા તેમના મંગેતરને બદનામ કરવા માટેની ધમકી આપતા હોય જેથી તેઓએ સાઈબર ક્રાઈમના હેલ્પલાઈન નં 1930 પર ફોન કરી અરજી નોંધાવેલ હતી.
બાદમાં પોલીસે તપાસ હાથ ધરતા દરબારગઢમાં રહેતા હરદિપસિંહ લખુભા જાડેજાના મોબાઈલનંબરનો ઉપયોગ કરી હોથીજી ગામે રહેતા જાડેજા દેવેન્દ્રસિંહ જશુભાએ બનાવ્યું હોવાની જાણ મળ્યું હતું. આમ આ દેવેન્દ્રસિંએ ફેક આઈડી ઈન્સ્ટાગામમાં બનાવી પોતાની ઓળખ છુપાવી ખોટા નામનો ઉપયોગ કરી તેઓ અને તેના ફીયાંસને બદનામ કરવાની તેમજ સગાઈ તોડાવવાની દાનતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.