ઉપલેટા પોલીસના કબજામાં રહેલ ટ્રકમાંથી ટાયરના જોટાની ચોરી
આજથી થોડા સમય પહેલા પોરબંદર રોડ ઉપર મામલતદાર જઈ રહ્યા હતા ત્યારે તેમને ત્યાં ખનીજ ભરેલો ઓવરલોડ ટ્રક દેખાતા તેમણે ઉભો રાખી અને તપાસ કરતા જેમાં ઓવરલોડ રેતી ભરેલી હોય આ અંગે પગલા લેવાની કાર્યવાહી કરતા ટ્રક ચાલક અને મામલતદાર વચ્ચે રકજક થયેલી અને વાત મારામારી અને ઝપાઝપી સુધી પહોંચેલી હતી.
ત્યારબાદ નાયબ મામલતદાર કરંગીયાએ ટ્રક ચાલક સામે ઉપલેટા પોલીસમાં સરકારી કામમાં દખલગીરી અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવેલી હતી અને ખનીજ ચોરીમાં ટ્રકને કબજે લઈ ઉપલેટા પોલીસને સોપેલો હતો.
આ ટ્રક છેલ્લા એક મહિના થયા પોલીસ કબજામાં છે અને તેમની ઉપર ધ્યાન રાખવા માટે પોલીસ દ્વારા ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે આમ છતાં પણ ટ્રકમાંથી અંદાજે રૂૂપિયા અઢી ત્રણ લાખના ચાર ટાયર કોઈ કાઢી ગયું એટલું જ નહીં ટ્રક બેલેન્સ ગુમાવીને પડી ન જાય તે માટે ટાયર ની જગ્યાએ મોટા પથ્થરો પણ મૂકી દીધા ત્યારે સવાલ એ થાય છે કે પોલીસ કબજા માંથી જો કોઈ ચોરો માલ ચોરી જતા હોય તો સામાન્ય પબ્લિક તેમની પાસે કેવી રીતે આશા રાખી શકે સામાન્ય પબ્લિકનો માલની ચોરી થઈ છે તે પણ ચોરીની ફરિયાદ લખાવવાનો આગ્રહ રાખે છે જ્યારે આ ટ્રકમાંથી અઢીથી ત્રણ લાખના ટાયરની ચોરી થવા છતાં હજુ સુધી પોલીસે કે ત્યાં ડ્યુટી ઉપર ગાર્ડે ફરિયાદ નોંધાવેલ નથી ત્યારે ખનીજ ચોરોમાં અને ઉપલેટા શહેરમાં ઘરના જ ઘાતકી હોવાની વાતો વહેતી થયેલ છે.
આ ટાયર ને પકડવા અઘરા પણ નથી કારણ કે જ્યારે ટ્રક પોલીસના કબજામાં લઈને આવ્યા ત્યારે પ્રજ્ઞાથી પસાર થયો ત્યાં રહેલા સીસીટીવી માં અને જે જગ્યાએ ટ્રક રાખેલ છે તેમની આજુબાજુ પણ સીસીટીવી કેમેરા છે જે ચેક કરતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ખરેખર જ સાચું હોય તો શરમજનક છે સત્ય બહાર આવવું જોઈએ એવું લોકો પીછી રહ્યા છે નવા આવેલા એસપી કડક હોવાની છાપ ધરાવે છે ત્યારે આવા કિસ્સામાં તપાસ કરી ઘરના જ ઘાતકી હોય તો તેમની સામે પગલાં લેવા જોઈએ એવું લોકો ઈચછી રહ્યા છે.