બેકારીથી કંટાળી યુવાનનો રેસકોર્સમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શહેરના નાનામવા રોડ પર કવાર્ટરમાં રહેતા યુવાને બેકારીથી કંટાળી રેસકોર્ષમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જાણવા મળતી વિગત મુજબ નાનામવા રોડપર ગોવિંદરત્ન બંગલોઝ સામે આરએમસી કવાર્ટરમાં રહેતા અંકિત મયુરભાઇ કડવાતર (ઉ.વ23)નામના યુવાને આજે સવારે રેસકોર્ષ અંદર ચબુતરા પાસે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકિના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમા અંકિત બે ભાઇમાં નાનો અને અપરિણીત છે. તે અગાઉ રૈયા ચોકડી નજીક ગણેશ એજન્સીમાં નોકરી કરતો હતો છેલ્લા એક મહિનાથી કામ છૂટી ગયા બાદ અન્ય જગ્યાએ કામ શોધતો હતો પરંતુ કામ મળતુ નહોવાથી બેકારીથી કંટાળી આપઘાતના પ્રયાસ કર્યાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.