ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાનનો સ્યૂસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ

04:14 PM Jul 11, 2024 IST | admin
Advertisement

50 હજારના 3 લાખ ચૂકવ્યા છતાં હજુ પાંચ લાખની માંગણી કરી ધમકી આપતા રેસકોર્સ પાસે ફિનાઇલ પીધું

Advertisement

શહેરના 150 ફુટ રીંગ રોડ પર ધરમનગર આવાસ કર્વાટરમાં રહેતા યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને સ્યુસાઇડ નોડ લખી રેસકોર્ષ પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ધરમનગર આવાસ કર્વાટરમાં રહેતા અરીહંત રાજેશભાઇ પારેખ (ઉ.વ.23) નામના સોની યુવાને ગઇ કાલે રેસકોર્ષ નજીક પોલીસ હેડ કર્વાટરની સામે ફુટપાથ પર ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.

પ્રાથમીક તપાસમાં તે અગાઉ બેંકમાં નોકરી કરતો હતો તેઓ લખેલી સ્યુસાઇટ નોટમાં જાણવ્યા મુજબ તેણે 3વર્ષ પહેલા માતાની સારવાર માટે સિદ્ધાર્થ અમીત ભાઇ પરમાર પાસેથી રૂા.50 હજાર 20ટકા વ્યાજે લીધા હતા. જેના તેઓ 3લાખ ચૂકવી દીધા છતા સિદ્ધાર્થ પરમારે બળજબરી પૂર્વક છ ચેક પડાવી લઇ હજુ રૂા.5લાખની માંગણી કરી જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી જેથી તેનુ અપહરણ કરી લેશે તેવા ભયથી આ પગલું ભરી લીધાનું જાણવ્યું હતુ આ અંગે પ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement