મોરબીના નાગડાવાસ ગામ નજીક યુવાનને વાહનચાલકે કચડી નાખ્યો
પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
નવા નાગડાવાસ ગામ નજીક બે યુવાન પગપાળા ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે બંને યુવાનને ઠોકર મારી હતી અકસ્માતમાં એક યુવાનને ઈજા પહોંચી હતી જયારે બીજા યુવાનનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મોરબીની માળિયા ફાટક પાસે વિદ્યુતનગરના ખૂણે રહેતા જયેશભાઈ ઉર્ફે જલો પ્રભાભાઈ ઉકાવા (ઉ.વ.21) નામના યુવાને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી જયેશભાઈ અને સનીભાઈ કગથરા બંને મોરબી માળિયા હાઇવે પર નવા નાગડાવાસ ગામના પાટિયા પાસેથી પગપાળા ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે બંનેને પાછળથી હડફેટે લીધા હતા અકસ્માતમાં સની કગથરાને શરીરે ગંભીર ઈજા પહોંચત મોત થયું હતું તેમજ ફરિયાદી જયેશભાઈને માથામાં અને શરીરે ઈજા પહોંચાડી પોતાનું વાહન લઈને ચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
