ગૃહકલેશથી કંટાળી લિક્વિડની ફેરી કરતા ધંધાર્થીએ વાનમાં જ એસિડ ગટગટાવ્યું
ભાવનગર રોડ પરની ઘટના; યુવકને સારવારમાં ખસેડાયો
રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતા અને લિક્વિડની ફેરી કરતા ધંધાથી યુવાને ગૃહકલેશથી કંટાળી ભાવનગર રોડ પર પોતાની વાનમાં જ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા અણમોલ પાર્કમાં રહેતા મોસીન ઉર્ફે મોહમ્મદ સલીમભાઈ મસાણી નામનો 29 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં ભાવનગર રોડ પર આરએમસી ઓફિસની બાજુમાં હતો ત્યારે પોતાની મારુતિ વાનમાં એસિડ પી લીધું હતું
યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં એસિડ પી લેનાર યુવાન બે ભાઈ ચાર બહેનમાં વચ્ચેટ છે અને તેને સંતાનમાં બે પુત્ર છે.
મોહમ્મદ મસાણી વાસણ ધોવાના લિક્વિડની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને પોતાની પત્ની આસ્થાબેન સાથે ઝઘડો થતા ગૃહકલેશથી કંટાળી પોતાની જ મારુતિ વાનમાં એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.