ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહમદીબાગમાં ગૃહ કલેશથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાઇ કર્યો આપઘાત

04:43 PM Jul 02, 2024 IST | admin
Advertisement

શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલા મહમદી બાગમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પાંચ વર્ષની માસુમ બાળકીએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ ઉપરની પરિન ફર્નિચર પાછળ આવેલા મહમદી બાગમાં રહેતી સાહીનાબેન રિયાજભાઈ રાઠોડ નામની 27 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પંખામાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં પરિણીતાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક સાહીનાબેન રાઠોડના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં એક પાંચ વર્ષની પુત્રી છે સાહીનાબેન રાઠોડે ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gondalgondalnewsgujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement