ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલા આપઘાત કરવા પહોંચી

01:30 PM Jul 28, 2025 IST | Bhumika
Advertisement

181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે જીવ બચાવી નવજીવન આપ્યું

Advertisement

તારીખ:-25/07/2025 ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા મોરબી એલ.ઈ.ગ્રાઉન્ડ પાસે ટ્રેનની નીચે આપઘાત કરવા જઈ રહ્યા છે મહિલા કોઈનું કાઈ પણ માનતા નથી અને આમતેમ દોડાદોડી કરે છે તેમજ મહિલા કાંઈ પણ બોલતા નથી અને ખુબ જ રડે છે તેમજ ખુબ જ ગભરાયેલી હાલતમાં છે ત્યાંના લોકોએ પુછપરછ કરી પરંતુ મહિલા કાંઈ પણ બોલતા નથી અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂૂર છે.

જેના પગલે 181 કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ રસીકભાઇ ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલાને ત્યાંના લોકોએ એ.ઈ.ગ્રાઉન્ડ પર જ સુરક્ષિત રીતે બેસાડેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપવામાં આવી તેમજ 181 ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

મહિલા નું ખુબ જ સંવેદનશીલતા પુવેક કાઉન્સેલીગ કયું કાઉન્સેલીગ દરમિયાન મહિલા એ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે મહિલા ને છેલ્લા દસ મહિનાથી એક યુવક સાથે ફેસબુક દ્વારા પ્રેમ સંબંધ હોય તે યુવક દ્વારા મહિલા રોજ નાની નાની વાતે માનસિક રીતે તેમજ શારીરિક રીતે ત્રાસ આપતા હોય અને મારઝુડ કરતા હોય તેમજ મહિલા સાથે ગેર વતેન કરતા હોય અને અપશબ્દો બોલીને મહિલા ને હેરાન કરતાં હોય મહિલા ને લગ્ન કરવાની લાલચ આપીને વારંવાર મળવા બોલાવતા હોય મહિલા એ લગ્ન કરવાનું કહેતા યુવકે લગ્ન કરવાની ના પાડતા મહિલા ને મનમાં લાગી આવતા ઘરેથી કોઈને પણ જાણ કર્યા વિના ચાલતાં ચાલતાં ટ્રેનની નીચે આપઘાત કરવા પહોંચી હતી.

ઘટનાની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને 181 ટીમે યુવક ને ફોન કરીને ઘટના સ્થળ પર બોલાવી ને યુવકનું કાઉન્સેલીગ કયું ટીમે તેમને કાયદાકીય જોગવાઈઓ આવા કૃત્યોના પરિણામો અને સામાજિક જવાબદારી વિશે વિસ્તૃત માહિતી આપી સલાહ સુચન અને માગેદશેન પુરું પાડ્યું.181 ની ટીમે યુવક ને તેની ભુલનુ ભાન કરાવી પાઠ ભણાવ્યો, યુવક ને પોતાની ભૂલ નો અહેસાસ થતાં યુવકે મહિલા ની માફી માંગી, આમ 181 મહિલા અભયમ ટીમની સક્રિયતા સંવેદનશીલતા અને નિષ્ણાત માગેદશેન નાં કારણે સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું.

આમ મહિલાએ જીવનમાં ક્યારેય પણ આપઘાત નો વિચાર નહીં કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને ક્યારેક પણ ઘરેથી નીકળી ન જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ જેને લઈ મહિલા ને તેમના પરિવાર જનોને સહિ સલામત સોંપવામાં આવેલા હોય તેમના પરિવાર જનોને ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

Tags :
crimegujaratgujarat newsmorbimorbi newssuicide
Advertisement
Next Article
Advertisement