For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ડેમમાં પડી આપઘાત

01:05 PM Feb 26, 2024 IST | Bhumika
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ડેમમાં પડી આપઘાત

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ પોતાની મિલકત તેમજ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ફરી એક વખત મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે મચ્છુ ડેમ -03 ભરેલ પાણીમાં ઝંપલાવી યુવકે આત્મા હત્યા કરી લીધી છે. ત્યારે મૃતકના ભાઈએ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

Advertisement

મળતી માહિતી મુજબ મૂળ માણેકવાડા રહેતા અને હાલ મોરબીના રવાપર રોડ પર લોટસ 158 ફ્લેટ નંબર-બી-8 બ્લોક નં -403 ક્રિષ્ના સ્કુલની સામે રહેતા અનિલભાઈ કુંવરજીભાઇ ગોધવીયા (ઉ.વ.39) એ આરોપી દિનેશભાઇ આહીર આસ્થાવાળા, રાજુભાઇ બોરીચા ખાખારાળા વાળાના, લાલાભાઇ શનાળા વાળો, ભાવેશ ગોધવીયા વાવડીવાળા, સંજય ભરવાડ મોબાઇલ, જયેશ કાસુન્દ્રા મોબાઇલ, વિકાશભાઇ પડસુંબીયા રહે.નાની વાવડીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. 22-02-2024 ના રોજ રાત્રીના આઠેક વાગ્યા પહેલાં કોઈપણ સમયે આરોપીઓએ ફરીયાદીના ભાઇ રવિભાઇ કુવરજીભાઇ ગોધવીયા રહે. મોરબી વાળાને દિનેશભાઈ, રાજુભાઇ, લાલાભાઇ, ભાવેશ નામના આરોપીઓએ રૂૂપીયા ઉંચા વ્યાજે આપેલ હોય જે રૂપીયા રવીભાઈએ આરોપીઓને ચુકવી દિધેલ હોવા છતા ધાક ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી, તેમજ ફરીયાદીના ભાઈને આરોપી સંજય અને જયેશ પાસે વેપાર ધંધાના રૂૂપીયા લેવાના નિકળતા હોય તે રૂપીયા માંગતા, સમયસર રૂૂપીયા નહી આપી, માનસીક ત્રાસ આપી હેરાન કરી, ફરીયાદીના ભાઇને મરવા મજબુર કરતા રવિભાઇએ પોતાની મેળે મચ્છુ-3 ડેમમાં ભરેલ પાણીમાં કુંદકો મારી આત્મહત્યા કરી લીધી હતી. જેથી આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-306, 506, 114 તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ-2011 ની કલમ-5, 33(3), 40, 42, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement