રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટના પાંચ ખાનગી મેળાઓની મંજૂરીમાં ટીંગાટોળી

05:12 PM Aug 23, 2024 IST | admin
Advertisement

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ પણ પાંચ ખાનગી મેળાઓ પ્રમાણપત્રોમાં અટવાયા

Advertisement

બહુમાળી ભવન સ્થિત યાંત્રિક વિભાગ દ્વારા માત્ર ધરોહર મેળા સિવાય અન્ય ખાનગી મેળાને ગઘઈ અપાયા જ નથી

ઈલેક્ટ્રિક કનેકશન બાબતે ખાતરી કર્યા બાદ જ NOC અપાશે

જન્માષ્ટમીના તહેવારો શરૂ થઈ ગયા છે અને રાજકોટવાસીઓ હવે રજાના મુળમાં છે છતાં હજુ સુધી ખાનગી મેળાની મંજુરી બાબતમાં કોઈ નિર્ણય લેવાયો નથી. રાજકોટના પાંચ ખાનગી મેળાની મંજુરીમાં ટીંગાટોળી થતાં ખાનગી મેળા સંચાલકો મુંજવણમાં મુકાયા છે. એક તરફ લોકમેળામાં પણ ફાઉન્ડેશન અને સોયલ રિપોર્ટની બાબતે મંજુરી નહીં મળતાં હજુ સુધી ફજેત ફાળકા શરૂ થશે કે નહીં ? તે બાબતે પણ ભારે મુંજવણ છે ત્યારે યાંત્રિક રાઈડસને શરૂ થયેલા વિવાદને કારણે રાજકોટમાં આ વખતે ખાનગી મેળાને મંજુરી મળે તેવી કોઈ દિશા દેખાતી નથી.

રાજકોટમાં અલગ અલગ સ્થળોએ પાંચ જેટલા ખાનગી મેળાનું આયોજન થયું હોય આ મેળામાં યાંત્રિક રાઈડસની મંજુરી બાબતે અલગ અલગ વિભાગમાં અરજી કરવામાં આવ્યા બાદ સમિતિ દ્વારા નિરીક્ષણ કરીને રિપોર્ટ આપ્યા બાદ ખાનગી મેળાને મંજુરી આપવામાં આવશે તેમ અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવી દીધું છે. યાંત્રિક રાઈડસને લઈને શરૂ થયેલો વિવાદ લોકમેળા ઉપરાંત ખાનગી મેળામાં પણ પહોંચ્યો છે. બહુમાળી ભવનમાં આવેલી સહાયક વિદ્યુત કચેરી દ્વારા ઈલેકટ્રીક કનેકશન બાબતની ચકાસણી બાદ ખાનગી મેળાને પ્રમાણપત્ર આપવામાં આવે છે ત્યારે આ વખતે હજુ સુધી એક પણ ખાનગી મેળાને પ્રમાણપત્ર નહીં આપ્યાનું વિદ્યુત કચેરીના અધિકારીઓએ જણાવ્યું છે. રાજકોટનાં અલગ અલગ વિસ્તારમાં યોજાતા પાંચ ખાનગી મેળામાંથી એક પણને એનઓસી આપવામાં આવ્યું નથી માત્ર ધરોહર લોક મેળાને એનઓસી અપાયાનું છે.

ટીઆરપી ગેમઝોનની ઘટના બાદ આ વખતે લોકમેળા અને ખાનગી મેળામાં સુરક્ષા વ્યવસ્થા અને યાંત્રિક બાબતોને લઈને જ શરૂઆતથી જ સરકાર દ્વારા એસઓપીનું કડક પાલન કરાવવાની સુચના આપવામાં આવી હોય જેના કારણે દર વર્ષે યોજાતો ભાતીગણ લોકમેળો આ વખતે વિવાદના વમણમાં ફસાયો છે. એક તરફ લોકોની સુરક્ષા બાબતે વહીવટી તંત્ર ખુબ જ ચિંતીત છે અને બીજી તરફ નવી એસઓપીનું પાલન કરવા અને કરાવવા માટે કોન્ટ્રાકટરો તેમજ ખાનગી મેળાના સંચાલકો દ્વારા અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે.

આ બાબતે હાઈકોર્ટમાં પણ રીટ દાખલ કરવામાં આવી છે ત્યારે ખાનગી મેળાની મંજુરીને લઈને હજુ કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી. યાંત્રિક રાઈડસની મંજુરી જે ગાઈડલાઈન તે મુજબ ખાનગી મેળાના સંચાલકો દ્વારા મંજુરી માટે અરજી કરાયા બાદ આ વખતે બનાવવામાં આવેલી કમીટી જે અરજી પર ચર્ચા કરી સ્થળ તપાસ કરે છે અને આ કમીટીના અભિપ્રાય બાદ જ ખાનગી મેળાને મંજુરી મળશે તેવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે ત્યારે ખાનગી મેળામાં જે યાંત્રિક રાઈડસ છે તેના અલગ અલગ પાર્ટસ, લોખંડની મજબુતી, ઈલેકટ્રીકફીકેશન સહિતની બાબતો ઉપર ભાર મુકવામાં આવ્યો છે જેને લઈને હજુ સુધી એક પણ ખાનગી મેળાને મંજુરી મળી નથી.

અમને મંજૂરી મળી જશે: ખાનગી મેળા સંચાલકો
રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળે યોજાતા ખાનગી મેળાના સંચાલકોએ મંજુરી માટે અરજી કરી છે પરંતુ આ વખતે કડક નિયમો અને એસઓપીનું પાલન કરવવા તંત્ર સજ્જ છે ત્યારે હજુ સુધી એક પણ ખાનગી મેળાને મંજુરી મળી નથી ત્યારે ખાનગી મેળાના સંચાલકો પોતાને મંજુરી મળી જશે તેવી આસા રાખી રહ્યાં છે. ખાનગી મેળાના સંચાલકોએ જણાવ્યું હતું કે કદાચ મંજુરી મળતાં બે દિવસનો વિલંબ થશે પરંતુ અમે જરૂરી કાર્યવાહી બાદ મંજુરી માટેની પ્રક્રિયામાં સહકાર આપી રહ્યાં છીએ. આ બાબતે કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ખાનગી મેળાના સંચાલકોને પણ મંજુરી માટે સકારાત્મક અભિપ્રાય રહેશે તેવી આશા રાખી રહ્યાં છે.

Tags :
five private fairs in Rajkotgujaratgujarat newsrajkotrajkot newsTingatoli in approval
Advertisement
Next Article
Advertisement