રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કૂવામાં પાણી જોવા ગયેલી યુવતીને કાળ ખેંચી ગયો

07:10 PM Dec 09, 2023 IST | Bhumika
Advertisement

વહેલી સવારે યુવતી બહેન સાથે વાડીએ પાણી વાળવા જતા પાણી બંધ થતા કૂવામાં જોવા ગઇને અંદર પડી

Advertisement

જામનગર રોડ પર ન્યારા ગામ પાસે આવેલી વાડીમાં પાણી વાળતી વખતે અકસ્માતે કુવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવમાં જ્યારે તેની બહેન કુવામાં જોવા ગઈ ત્યારે બહેન કૂવામાં પડી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.બાદમાં ફાયર બ્રિગેડના સ્ટાફે ચાર કલાકની જહેમત બહાર યુવતીનો મૃતદેહ બહાર કઢાયો હતો.

વધુ વિગત મુજબ,મુળ મધ્યપ્રદેશ હાલ રાજકોટ જામનગર રોડ પર ન્યારા ગામ પાસે જેઠુરભાઇ રાઠોડની વાડીએ મજુરીકામ કરતા પરિવારની કરમા જેમલભાઇ વાસકડીયા(ઉ.વ.20) આજે વહેલી સવારે તેની બહેન સવીતા સાથે વાડીમાં પાણી વાળવા માટે ગઇ હતી.કુવાની મોટર ચાલુ કરતા નળીમાં પાણી આવતુ ન હોઇ તેથી કરમા કુવા પાસે જતા તેમનો પગ લપસી જતા કૂવામાં પડી ગઇ હતી.બાદમાં બહેન કરમાનો અવાજ સાંભળી બહેન સવીતા કુવા પાસે આવીને જોતા કરમા કુવામાં પડી ગઇ હોવાની ખબર પડતા દેકારો કરી મુકતા ત્યાં પરિવારજનો દોડી આવ્યા હતા.

બાદમાં બનાવ અંગે કોઇએ ફાયરબ્રિગેડને જાણ કરતા રેલનગર ફાયરબ્રિગેડ સ્ટેશનના ફાયરમેન વનરાજસિંહ પરમાર તથા વિજયભાઇ, રાહુલભાઇ મુનીયા અને રાજેશભાઇ આંબલીયા સહિતે ઘટના સ્થળે પહોંચી ચાર કલાકની જહેમત બાદ યુવતીને બેભાન હાલતમાં કુવામાંથી બહાર કાઢી હતી. બાદ 108 માં જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરી તબીબે યુવતીને મૃતજાહેર કરી હતી.પોલીસને બનાવની જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના જયશ્રીબેન ડાંગર અને સ્ટાફ બનાવ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.મૃતક કરમા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી તેના પિતા અને માતા મજુરી કામ કરે છે યુવતીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement