For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદના ટીકર ગામે એક કરોડની લોન વ્યાજનું વ્યાજ થઈને 9 કરોડે પહોંચી

11:29 AM Dec 23, 2023 IST | Sejal barot
હળવદના ટીકર ગામે એક કરોડની લોન વ્યાજનું વ્યાજ થઈને 9 કરોડે પહોંચી

અમારે તો વ્યાજ સહિત રકમ ભરવી જ છે પરંતુ કાળક્રમે ધિરાણ કરનાર ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણના અધિકારીઓ વ્યાજ કે રકમ લેવા આવતાં નથી અને હવે આ બોર્ડની શાખા માત્ર ગાંધીનગર છે જેથી અમારે માસિક રકમ (ઊખઈં) ભરવા ક્યાં જવી ? અને સરકારના આ અણઘડ વહીવટના પગલે અમારે 1 લાખના 9 લાખ ભરવાના ? આ તો ક્યાંનો ન્યાય ? આ વેદના છે નવું ટીકર (માધવનગર) ગ્રામજનોની જેમને ભુકંપમા ઘર ગુમાવ્યા બાદ પુનરાવર્તન માટે સહાય મેળવી છે.
સરકાર દ્વારા બે વખત શહેરમાં જુદી જુદી જાહેરાત કરી વ્યાજ માફી આપી છે જેમાં સ્વર્ણિમ ગુજરાત અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા માફ કરાય છે તો ગ્રામ પંચાયતનો શું વાક ? તેમણે પણ વ્યાજ માફી મળવી જોઈએ તેવી માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ રજુઆત કરી છે.
આ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડે ટીકર એટલે કે માધવનગરમા 147 પરીવારોને પુનરાવર્તન માટે આશરે એક કરોડનું ધિરાણ કર્યુ હતું પરંતુ કાળક્રમે ટીકરમા કોઈ અધિકારી કે પછી બોર્ડના સભ્યો વ્યાજ કે રકમ લેવા આવતું નહીં જેથી કરીને આ એક કરોડ હવે આશરે 9 કરોડ જેવી જંગી રકમ બની જવા પામી છે અને હવે ગ્રામજનો ભરપાઈ કરી શકે તેમ પણ નથી.
ભૂકંપ પછી હળવદના ટીકરમા માધવનગર સોસાયટીનુ નિર્માણ કરાયું હતું જેમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ દ્વારા ધિરાણ કરવામાં આવેલું હતું અને આ સોસાયટીનું 147 જેટલા મકાનનું ધિરાણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમયાંતરે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ નિર્માણના અધિકારીઓ રકમ કે વ્યાજ માટે આવતા નહીં અને ગ્રામજનો રકમ ભરપાઈ કરી શક્યા નહી જેથી 1 લાખના 9 લાખ એમ ચક્રવાતી વ્યાજ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
વધુમાં ટીકરના (માધવનગર) ગ્રામજનોએ જણાવ્યું હતું કે તો સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરોમાં બે વખત માફી આપવામાં આવી છે તો પંચાયત વિભાગમાં પણ માફી આપવામા આવે અને વારંવાર વ્યાજનુ વ્યાજની નોટિસ આવી રહી છે અને રણકાઠાનુ ગામ છે ખેતી સિવાય કોઈ વ્યવસાય નથી અને તેમાં પણ કમોસમી વરસાદ અને યોગ્ય ભાવ નહીં મળતા ગ્રામજનો મુસીબતમાં મુકાયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement