ભાવનગરના મણાર ગામે ધુળેટી રમ્યા બાદ ચેકડેમમાં નહાવા પડેલા ત્રણ યુવાનનાં મોત
- યુવકોનાં મોતથી પરિવારજનોમાં શોક છવાયો
ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના મણાર ગામનાં ભાખલ વિસ્તારમાં ત્રણ યુવાનો ચેકડેમમાં ડૂબી જતા કરુણ મોત નીપજતા ગામમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી હતી. ધુળેટીના પર્વના દિવસે બનેલી આ કરુણાન્તિકાની મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામે આજે બપોરે ધુળેટી રમ્યા બાદ ગામના ત્રણ યુવાનો ચેક ડેમમાં નાહવા પડ્યા હતા જ્યાં ત્રણેયના ડૂબી જતા કમકમાટી ભર્યા મોત નિપજતા ગામ માં ભારે સન્નાટો ફેલાઈ જવા પામ્યો હતો. શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. બનાવની જાણ થતા જ ગ્રામ્યજનો બનાવ સ્થળે દોડી ગયા હતા. ડૂબી જતા કરુણ મોત નીપજ્યા છે તેમાં મુકેશ બાબુભાઈ મકવાણા (ઊં.વ.40), રવિ તુલસીભાઈ કુટેચા (ઉ.વ.20) તેમજ રવિ ધરમસીભાઈ મકવાણા (ઊં.વ.27)ને સમાવેશ થાય છે. મૃતકનાં પરિવારમાં બનાવને લઈ માતમ છવાયો છે. ફાયર વિભાગ દ્વારા ચેકડેમમાંથી મૃતદેહને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ. રંગોના આ પર્વ પર ત્રણ યુવાનોના ડૂબી જવાથી એક સાથે મોત નીપજતા ભાવનગર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.