મોરબી, માળિયા મિંયાણા અને ટંકારામાં હાર્ટએટેક-પેટના દુ:ખાવાથી ત્રણ યુવાનના મોત
મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવો બન્યા હતા જેમાં બે યુવાન સહીત ત્રણના મોત થયા છે ત્રણેય બનાવો મામલે પોલીસે તપાસ ચલાવી છે.
પ્રથમ બનાવમાં બેલા ગામ નજીક શંભુ ડેકોર પાસે અજાણ્યા પુરુષ આશરે 25 થી 30 વાળાએ રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળિયાની અણીયારી ચોકડીએ લેમીટ પેપરમિલના લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા સુનીલકુમાર લક્ષ્મીપ્રસાદ વિશ્વકર્મા (ઉ.વ.38) નામના યુવાનને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
ત્રીજા બનાવમાં ટંકારા કલ્યાણપર રોડ પર દરગાહ પાસે રહેતા ફતેમાંમદ મુસાભાઈ જસરાયા પોતાના ઘરે ફળિયામાં ઉભા હતા ત્યારે હાર્ટ એટેક આવતા મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.