સેન્ટ્રલઝોનના ત્રણ વોર્ડ એ.ટી.પી. વિહોણા પ્લાનની ફાઈલોના થપ્પા
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ટાઉન પ્લાનીંગ વિભાગમાં સોપો પડી ગયો હતો અને તમામ પ્રકારની કામગીરી ઠપ થઈ ગઈ હતી ત્યારે મ્યુનિસિપલ કમિશનરે ફરી વખત ગાડુ પાટે ચડાવવા આખેઆખા ટાઉન પ્લાનીંગ વિભાગનું વિસર્જન કરી નવા કર્મચારી અને અધિકારીઓને નિમણુંક આપવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનીંગ વિભાગની કામગીરી સામે બિલ્ડર લોબી અને એન્જિનિયરીંગ એસોસીએશન દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી છે.
જેમાં હવે સેન્ટ્રલઝોનમાં ત્રણ વોર્ડના એટીપીની નિમણુંક ન થતાં નવા પ્લાન ઈન્વડની ફાઈલોના થપ્પા લાગતા ફરી વખત ક્ધસલ્ટીંગ સીવીલ એન્જિનિયર એસોસીએશન દ્વારા એટીપીની નિમણુંક કરવા મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.
એસોસિએશન ઓફ ક્ધસલ્ટિંગ એન્જિનિયર (ACCE) દ્વારા હાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માં સેન્ટ્રલ ઝોન ખાતે છેલ્લા બે મહિનાથી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ની જગ્યા ખાલી હોય અનેક રજૂઆત કર્યા બાદ હાલ પણ આ જગ્યા ખાલી હોય જેની રજૂઆત માટે એસોસિયેશન દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી ને પત્ર લખેલ જે અન્વયે હાલ સેન્ટ્રલ ઝોન ખાતે વોર્ડ નંબર 13, 14 ને 17 માં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ની તાતકાલિક નિયુક્તિ કરવામાં આવે જેથી અસંખ્ય બિલ્ડીંગ પ્લાન તથા ઇમ્પેક્ટ ની ફાઈલો મંજૂર થવા લાગે અને જે થંભી ગયેલ વિકાસ છે, તે આ વોર્ડ માં પૂર્વ વાત થાય તેવી એસોસિએશન રજુવાત કરેલ છે.
એસોસીએશને જણાવેલ કે, ગેમઝોન દૂર્ઘટના બાદ સ્થિતિ ખરાબ હતી જેમાં મહંદઅંશે સુધારો જોવા મળ્યો છે. પરંતુ ટીપી વિભાગમાં તાજેતરમાં નિમણુંક કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ બિન અનુભવી હોવાના કારણે નવા પ્લાન તેમજ ઈમ્પેક્ટ ફી હેઠળ મુકાતી ફાઈલોની મંજુરીની પ્રક્રિયા મંદ પડી ગઈ છે. જેના લીધે સમયસર કામો ન થતાં ભારે નુક્શાનીનો સામનો કરવો પડી રહ્યો છે.