લોઠડામાં ત્રણ કિશોર ડુબ્યા, એકનું મોત
શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે 3 કિશોર તળાવમા ન્હાવા પડયા હતા જેમા 16 વર્ષનો સગીર મિત્રોની નજર સામે જ તળાવનાં ઉંડા પાણીમા ગરકાવ થઇ જતા મોત નીપજયુ હતુ જયારે બે કિશોરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રીગેડની ટીમ અને ગ્રામજનો તળાવ કાઠે દોડી ગયા હતા ઉંડા પાણીમા ગરકાવ થઇ ગયેલા સગીરની શોધખોળ હાથ ધરતા સગીરનો મૃતદેહ હાથ લાગ્યો હતો. સગીરનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટનાં લોઠડા ગામે રહેતો અર્જુન મકવાણા નામનો 16 વર્ષનો સગીર પોતાનાં બે મીત્રો સાથે લોઠડા ગામે આવેલા તળાવમા ન્હાવા માટે ગયો હતો. જયા ત્રણેય સગીર મીત્રો તળાવમા ન્હાવા પડયા હતા.
ત્રણેય ઉંડા પાણીમા ગરકાવ થઇ ગયા હતા. જેમાથી બે સગીરનો આબાદ બચાવ થયો હતો. જયારે અર્જુન મકવાણા ઉંડા પાણીમા ગરકાવ થઇ ગયો હોવાની જાણ થતા જ ગ્રામજનો, પોલીસ અને ફાયર બ્રીગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રીગેડની ટીમે તળાવનાં ઉંડા પાણીમા ગરકાવ થઇ ગયેલા સગીરની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કમનસીબે સગીરનો મૃતદેહ હાથ લાગ્યો હતો. સગીરનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
ઘટના સ્થળે હાજર પોલીસે જરૂરી કાર્યવાહી કરી સગીરનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડયો હતો અને પોલીસે આ ઘટના અંગે નોંધ કરી તપાસનો દોર લંબાવ્યો છે.