For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનના ત્રણ પ્રોફેસરો સસ્પેન્ડ, 70ને પ્રમોશન

06:36 PM Dec 09, 2023 IST | Bhumika
ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનના ત્રણ પ્રોફેસરો સસ્પેન્ડ  70ને પ્રમોશન

ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યા ભવનના ત્રણ પ્રોફેસરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં સમાજવિદ્યા ભવનના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર મુકેશ ખટીક સામે તેમના જ વિભાગના મહિલા પ્રોફેસરે ફરિયાદ કરી હતી કે, મહિલા પ્રોફેસરની મૂકેશ ખટીક ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપે છે. આથી તપાસ માટે કમિટી નિમવામાં આવી હતી.ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એકટ લાગુ થયા બાદ પ્રથમ સિન્ડિકેટ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. જેમાં અનેક મહત્વના નિણર્ય કરાયા છે. સમાજવિદ્યા ભવનના મહિલા પ્રોફેસરને માનસિક ત્રાસ આપનારા પ્રોફેસર મુકેશ ખટીકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ 17 પ્રોફેસરની ખોટી ભરતી મામલે સમાજવિદ્યા ભવનના પ્રોફેસર વનરાસિંહ ચાવડા અને પ્રોફેસર વિપુલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇંઙઙ કોર્સમાં નાણાકીય ગોટાળો મામલે પ્રોફેસર કમલજીત લખતરિયા સામે તપાસ કમિટી નીમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સસ્પેન્ડ સિવાયના તમામ પ્રોફેસરની ઈઅજનો લાભ આપવા આવશે.ગુજરાત યુનિ.ના સમાજવિદ્યા ભવનના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર મુકેશ ખટીક સામે તેમના જ વિભાગના મહિલા પ્રોફેસરે ફરિયાદ કરી હતી કે, પ્રોફેસરની મૂકેશ ખટીક ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપે છે. મહિલા પ્રોફરને મળનારા એલાઉન્સ અટકાવી રાખવામાં આવ્યું છે. મહિલા પ્રોફેસરને ભવિષ્ય માટે અભ્યાસ કરવો છે, તે અભ્યાસ કરવાની પરવાનગી આપતા નથી તથા તેમના પ્રમોશન માટે કાગળ પણ સહી કરતા નથી. આ મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઠઉઈ વિભાગને તપાસ સોંપવામાં આવી હતી. ઠઉઈ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેના આધારે મુકેશ ખટીકને સસ્પેન્ડ કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે.

Advertisement

આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના 17 પ્રોફેસરોની ભરતી ખોટી રીતે કરવામાં આવી હોવાની ઉચ્ચ શિક્ષણ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવી હતી. પ્રોફેસરના ભરતીના કાગળ અને અન્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસ પૂર્ણ થતાં કમિટીએ ઉચ્ચ શિક્ષણની રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટના આધારે સમાજવિદ્યા ભવનના પ્રોફેસર વનરાજસિંહ ચાવડા અને વિપુલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ કોમ્પ્યુટર સાયન્સ વિભાગના પ્રોફેસર અને એનિમેશન વિભાગના પૂર્વ વડ કમલજીત લખતરિયાએ પોતાના કાર્યકાળ દરમિયાન ઇંઙઙ કોર્સમાં નાણાકીય ગોટાળા કર્યા હતા તે બદલ તેમની સામે તપાસ કમિટી રચવામાં આવી છે, જે તપાસ કરશે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોને કેરિયર એડવાન્સ સ્કીમનો લાભ પણ આપવામાં આવશે.

કેટલાક સમયથી પ્રોફેસરોને પ્રમોશન અને પગાર વધારાની પ્રક્રિયા ચાલી રહી હતી જેને સિન્ડિકેટની મંજૂરી મળતા 70થી વધુ પ્રોફસરોને પ્રમોશન આપવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement