જોડિયામાંથી અફઘાની ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સ ઝડપાયા
જામનગર જિલ્લા નાં જોડીયા માથી અફઘાની ચરસ નાં 5 કિલો 859 ગ્રામ નાં જથ્થા સાથે જામનગર ની એસ ઓ જી પોલીસ ટીમે જોડીયા નાં ત્રણ શખ્સો ને ઝડપી લીધા છે. અને ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ નો ધમધમાટ શરૂૂ કર્યો છે. જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે સ્ત્રનો ડ્રગ ઈન જામનગર અભિયાન શરૂૂ કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પો.સ.ઈ. એલ.એમ.ઝેર ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફ ના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તાર મા પેટ્રોલીંગમાં રહેલ હતા.
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફ ને ખાનગી બાતમી મળેલ કે ફરીદ બસીરભાઈ ખોડ , અજીજ મામદભાઈ ગાધ તથા અસગર ગનીભાઈ પલેજા ( રહે. બધા જોડીયા જી.જામનગર ) વાળા ઓ દરીયાબમા કરચલા પકડવા ગયેલ હતા. અને ત્યાથી તેઓ માદક પદાર્થ ચરસ નો જથ્થો લાવેલ છે. અને આ જથ્થો તેઓએ દરીયા કિનારે સીમ વિસ્તારમાં સંતાડેલ છે. અને આજરોજ આ ત્રણેય શખ્સો આ ચરસનો જથ્થો વેચાણ અર્થે જોડીયા મા ભેગા મળી સગેવગે કરવાની પેરવીમા છે. તેવી હકિકત આધારે જોડીયા ગામ, બંદર રોડ ઉપર આવેલ બાવળની ઝાડીમાંથી ઉપરોક્ત ત્રણેય શખ્સો ને ગેર કાયદે માદક પદાર્થ ચરસ 5 કિલો 859. ગ્રામ ( કિ.રૂૂ.8,78,850) તથા મોબાઈલ ફોન નંગ-3 કુલ કિ.રૂૂ. 30,000 એમ કુલ મુદામાલ મળી કિ.રૂૂ.9,08,850 સાથે ઝડપાયેલ છે. અને ત્રણેય વિરૂૂધ્ધ જોડીયા પો.સ્ટે. એન ડી પી એસ. એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.