વીરપર ગામે વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા: બે ફરાર
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ગત સાંજે કલ્યાણપુર પંથકમાં હાથ ધરવામાં આવેલા પ્રોહી. પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ પિંડારિયા, દિનેશભાઈ માડમ તેમજ પ્રવીણભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુરથી આશરે 40 કિલોમીટર દુર વીરપર ગામના એક મંદિરની પાછળના ભાગે આવેલી બાવળની ઝાળીમાં છુપાવીને રાખવામાં આવેલો વિદેશી દારૂૂનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે.આ કાર્યવાહીમાં વીરપર ગામના રાહુલ કરસન ચાવડા, કરણ વીરા સોલંકી અને કાર્તિક દેવાણંદ ચાવડા નામના ત્રણ શખ્સોને રૂૂપિયા 27,200 ની કિંમતની વિદેશી દારૂૂની 68 બોટલ તથા રૂૂપિયા 10,500 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂૂપિયા 37,700 ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
આ દરોડા દરમિયાન રાજકોટના રહીશ સાગર નામના શખ્સ તેમજ વીરપર ગામના ગોવિંદ કેશુર લગારીયા નામના બે શખ્સો ફરાર જાહેર થયા છે. જે અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. આકાશ બારસીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, લાખાભાઈ પિંડારિયા, દિનેશભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ તથા હસમુખભાઈ કટારા દ્વારા કરવામાં આવી હતી.