રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામજોધપુરના સમાણા રોડ પર કાર ડિવાઇડર સાથે ટકરાઈને પલટી જતાં ચાલક સહિત ત્રણને ઇજા

12:14 PM Jul 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઈજાગ્રસ્તોમાં ચાલકની પત્ની-પુત્રીનો સમાવેશ

જામનગર જિલ્લાના જામજોધપુર નજીક સમાણા રોડ પાસે પર એક કાર ડિવાઈડરના પોલ સાથે ટકરાઈને પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં કાર ચાલક તેમજ તેના પત્ની અને પુત્રી સહિત ત્રણેય ને ઇજા થઇ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુર નજીક સમાણા રોડ પર રવિવારે બપોરે જીજે -5 સી.જી. 3988 નંબરની અલ્ટો કાર અકસ્માતે ડિવાઇડર ના પોલ સાથે ટકરાઈ ગઈ હતી, અને પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી. જે અકસ્માતમાં કારની અંદર જે બેઠેલા કારના ચાલક અને તેના પત્ની તથા પુત્રી સહિત ત્રણેયને ઇજાજ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ બનાવની જાણ થતાં જામજોધપુરનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને અકસ્માત ના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentcar accidentgujaratgujarat newsJamjodhpurJamjodhpur news
Advertisement
Next Article
Advertisement