મુળીના સિધસરના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોની એકના ડબલની લાલચે રૂપિયા 65 લાખની ઠગાઇ
અમદાવાદ ખાતે રહેતા શખસને એકના ડબલ કરવાની લાલચ આપી મૂળીના સિધસર ગામના પિતા, પુત્ર અને અન્ય શખસ દ્વારા ધાંગધ્રાના બાવળી અને જીવા રોડ ઉપર બોલાવ્યો હતો.
તેની પાસેથી રૂૂ. 65 લાખ રોકડા લઈ અને ચિલ્ડ્રનને રમવાની 1.40 કરોડની નોટો આપી અને છેતરપિંડી કરી હતી. આ બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં પિતા-પુત્ર અને અન્ય શખસ સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ 20 દિવસ પહેલા અમદાવાદ ખોખરા ખાતે રહેતા પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનોજીયાને એમના મિત્ર સુરેશભાઈ સેનાએ સાયલા ખાતે રહેતા અનિરુદ્ધસિંહ શિવભા ઝાલા એકના ડબલ રૂૂપિયા કરી દેતા હોવાનું જણાવ્યું હતું.
ત્યારે અનિરુદ્ધસિંહને મળવા પ્રકાશભાઈ અને સુરેશભાઇ સાયલા ગયા હતા. સાયલા ખાતે વાત કરી હતી. ત્યારે અનિરૂૂદ્ધસિંહ દ્વારા રૂૂ. 50,000ના ડબલ કરવાનું કહેતા બંને લોકો લાલચમાં આવી ગયા હતા.
પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનોજીયાને અનિરૂૂધ્ધસિહ દ્વારા રૂૂ. 65 લાખ રૂૂપિયા લઇ અને 1.40 કરોડ રૂૂપિયા આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ ધ્રાંગધ્રાના બાવળી અને જીવા રોડ ઉપર પ્રકાશભાઈને બોલાવેલા. ત્યારે અનિરુદ્ધસિંહ એમનો પુત્ર અને અન્ય શખસ 20 દિવસ પહેલા અલ્ટો ગાડીમાં પૈસા લઈ આવી પ્રકાશભાઈ કનોજીયા પાસે 65 લાખ રૂૂપિયા લઈને અને બે થેલા આપી અને 1.40 કરોડ રૂૂપિયા હોવાનું જણાવી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારે પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનોજીયા તેમના મિત્રોએ થેલા ખોલી તપાસ કરતાં થેલામાં ચિલ્ડ્રનને રમવાની નોટો હોવાનું માલૂમ પડ્યું હતું.
આમ છેતરપિંડી થયાનું જણાતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. 20 દિવસ પહેલાનો બનાવ બન્યો હોવાનું બહાર આવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન આની તપાસ કરી અનિરુદ્ધસિંહ તેમના પુત્ર અને અન્ય એક શખસ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ તાલુકા પીઆઇ ડી.ડી. ચાવડા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં છેતરપિંડીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.