For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાબરા નજીક પુરમાં ફસાયેલા રાજકોટના ત્રણ લોકોનું રેસ્કયુ

11:31 AM Jun 18, 2025 IST | Bhumika
બાબરા નજીક પુરમાં ફસાયેલા રાજકોટના ત્રણ લોકોનું રેસ્કયુ

પાણીમાંથી પસાર થતા કાર ડુબવા લાગી, કાચ તોડી માસુમ પુત્રને લઇ પિતા અને મિત્રએ કાર ઉપર ચડી ચારચાલક જીવન-મરણ વચ્ચે ઝઝુમ્યા

Advertisement

બાબરા અને ગઢડા તાલુકાની બોર્ડરના છેવાડાના ગ્રામ્ય રસ્તા પર ગત મધરાત્રે રાજકોટના પિતા-પુત્ર સહિત ત્રણ લોકો કારમાં પસાર થતી વખતે કોઝ-વે પરથી ધસમસતા જતાં વરસાદી પાણીના પુરમાં ફસાયા હતા. જેઓ બચવા માટે કાર પર ચડી ગયા હતા અને મદદ માંગી હતી. અંતે ચાર કલાક જીવન-મરણ વચ્ચે ઝઝુમ્યા બાદ પોલીસ અને ગ્રામ્યલોકોએ જાનની બાજી લગાવીને ત્રણ કલાક દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરી ત્રણેથય લોકોને બચાવી લેતા સૌએ રાહતનો દમ લીધો હતો. જો કે, ચાર મહિના પહેલા જ ખરીદેલી નવીનક્કોર કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી.રાજકોટ રહેતા કરણસિંહ વિક્રમસિંહ જાડેજાનો પાંચ વર્ષનો પુત્ર અજીત ગઢડા તાલુકાના મોટીકુંડળ ગામે સંબંધીને ત્યાં હોવાથી તેને લેવા માટે મિત્ર કલ્પેશ રમેશભાઈ ચૌહાણ (રહે. રાજકોટ) સાથે ગઈકાલે પોતાની નવી ખરીદેલી કાર લઈને ગયા હતા.

જ્યાંથી રાત્રે વરસતા વરસાદ વચ્ચે રાજકોટ પરત આવવા માટે નીકળ્યા હતા. જેમાં મોટી કુંડળથી વાયા કરીયાણા ગામનાં બદલે રસ્તો ભુલી જતા નાની કુંડળથી લીંબડીયા વાળા રસ્તા પર ચડી ગયા હતા. જે રસ્તામાં આવતા કોઝ-વે પરથી વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ હતો, પણ તેઓ ઉંડાઈ અને વેગ માપવામાં થાપ ખાઈ ગયા હતા. તેમાંથી પસાર થવા જતાં જ અડધે જઈને કાર પૂરમાં ફસાઈ ગઈ હતી અને તણાવા લાગી હતી. જો કે, બાદમાં તેમણે સગ્ગા-સંબંધીઓને મદદ માટે ફોન કર્યા હતા. આ દરમિયાન બાબરા-ગઢડાનાં પ્રેસ-મીડિયાને જાણ થતાં તુરંત બાબરા પોલીસને જાણ કરી હતી. જેથ બાબરા પોલીસે ઘડીભરનો વિલંબ કર્યા વગર નાઈટ પેટ્રોલિંગ ટીમને મોકલીને ગ્રામીણ લોકોની મદદથી રાત્રે 2.30 વાગ્યે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન શરૂૂ કર્યું હતું. બેઠા પુલ ઉપર 400 ફૂટ દૂર પાણીની વચ્ચે ફસાયેલી કાર ઉપર બેઠેલા બાળક સહિતના ત્રણ લોકોને બચાવવા દોરડાની મદદથી માનવસાંકળ બનાવી ત્રણ કલાકના અંતે મોતના મુખમાંથી સહીસલામત બહાર લાવ્યા હતા. જેથી સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement