ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પુરપાટ ઝડપે જતી ઇકો ટ્રકમાં ઘૂસી, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત, ચાર ઘાયલ
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યમાં નોંધપાત્ર વધારો થિયા રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા- માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાર ઝડપે જતી ઇકો કાર હરીપર બ્રિજ નજીક આગળ જતી ટ્રકમાં ઘૂસી ગઇ હતી, જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં છે. જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. જેમની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે એમ છે.
મળતી વિગતો અનુસાર, પુરપાર ઝડપે જતી ઇકો કાર હરીપર બ્રિજ નજીક આગળ જતી ટ્રકમાં ઘૂસી જતાં ઇકોમાં સવાર સાત પૈકી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. આ અક્સંત બાદ બાદ સ્થાનિકી અને રાહદારીઓ તુરંત દોડી આવ્યા હતાં અનેસ પોલીસ અને એમ્બ્યુલન્સને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.
આ ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ, પોલીસે મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ કરવા સરકારી હોસ્પિટલમાં ખાતે ખસેડ્યાં છે. આ ઘટનાને પગલે સમગ્ર હાઇવે પર ભારે ચક્કાજામની સ્થિતિ જોવા મળી હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.