For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરમાં ત્રણ પાર્ટી પ્લોટ, બે નવા સ્મશાન બનશે

05:24 PM Feb 09, 2024 IST | Bhumika
શહેરમાં ત્રણ પાર્ટી પ્લોટ  બે નવા સ્મશાન બનશે

માધાપર વિસ્તારના ત્રણેય વોર્ડમાં નવા કોમ્યુનિટી હોલ, આજી જીઆઈડીસીને જોડતો બ્રિજ બનાવવા સ્ટેેન્ડિંગ કમિટિનો નિર્ણય 

Advertisement

'કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રો, લાઇબ્રેરીઓ સહિતના બિલ્ડિંગો ઉપર સોલાર રૂફટોપથી પેદા કરાશે વિજળી'

મનપાની સ્ટેન્ડીંગ કમિટિમાં આજે વર્ષ 2024-25 બજેટને મંજુર કરવામાં આવ્યું હતું બજેટમાં અનેક નવા પ્રોજેક્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેપૈકી શહેરમાં વોર્ડ નં. 2 માં ગાયત્રીધામ, જામનગર રોડ તથા રીંગરોડ-2 મવડી, કણકોટ રોડ પીરામીડ પાસે અને માધાપર મોરબી રોડ વચ્ચેના વિસ્તારમાં ત્રણ પાર્ટી પ્લોટ તેમજ બે સ્થળે નવા સ્મશાન અને આરોગ્ય કેન્દ્રો, લાઈબ્રેરી સહિતના બિલ્ડીંગો ઉપર સોલારરૂપટોફથી વિજળી પેદા કરવાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે તથા આજી જીઆઈડીસીને જોડતો નવો બ્રીજ બનાવવામાં આવશે. તેવી જ રીતે માધાપર વિસ્તારના ત્રણેય વોર્ડમાં નવા કોમ્યુનિટિ હોલ બનાવવા માટેની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

Advertisement

શહેરના આજી જી.આઇ.ડી.સી.ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ અનેક ઔદ્યોગિક એકમો સાથે ધંધા- રોજગાર માટે આસપાસના વિસ્તારમાં રહેલા લોકો સંકળાયેલ છે, જેમાં કોઠારિયા રોડ, દેવપરા તથા લાગુ વિસ્તરમાંથી જતા લોકો દેવપરા 80 ફૂટ રોડ પરથી સીધા જ આ ઔદ્યોગિક એકમો તરફ જઇ શકે તે માટે આજી જી.આઇ.ડી.સી.ના હયાત રોડને જોડવા નદી પર બ્રીજ બનાવવામાં આવશે, જે માટે આ બજેટમાં રૂૂ.4 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. લોકોને પોતાના સામાજીક પ્રસંગોના આયોજન માટે પરવડે તેવા ભાડાથી જુદા-જુદા વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાએ કોમ્યુનીટી હોલ ઉપલબ્ધ કરાવેલ છે, જે સુવિધામાં વધારો કરી, શહેરના વોર્ડ નં.11, વોર્ડ નં.18, તથા વોર્ડ નં.3ના નવા ભળેલ માધાપર વિસ્તારમાં ત્રણેય વોર્ડના વિસ્તારમાં એક-એક નવા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે, તેમજ વોર્ડ નં.6માં હયાત મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલના નવિનીકરણ માટે આ બજેટમાં રૂૂ.5 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આરોગ્ય કેન્દ્રો, લાયબ્રેરીઓ, આંગણવાડીઓ તથા બાકી રહેલી તમામ મિલકતોનો ફીઝીબીલીટી સર્વે હાથ ધરી મહત્તમ સ્થળોએ સોલાર રૂૂફટોપ ફીટ કરવામાં આવશે, જે માટે આ બજેટમાં રૂૂ.2.5 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. ભવિષ્યમાં, રાજકોટ મહાનગરપાલિકા વિજળી ઉત્પાદનમાં આત્મનિર્ભર બને તે દિશામાં પ્રયાસરૂૂપે સ્વર્ણીમની ગ્રાન્ટમાંથી નવો 4 મેગાવોટનો નગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્લાન્ટથ સ્થાપવા અને વિજળી ઉત્પાદનમાં તબક્કાવાર વધારો કરવાનું આયોજન છે.

રાજકોટ શહેરની વધી રહેલ વસતિ તથા નવા ભળેલ વિસ્તારોને અનુલક્ષીને ક્ષેત્રફળમાં થયેલ વધારો જેવા મુદ્દા ધ્યાને લઇ શહેરના મોરબી રોડ પર આવેલ જય જવાન જય કિશાન સોસાયટીની પાછળના વિસ્તારમાં, ઉપરાંત નવા ભળેલ માધાપર વિસ્તારમાં નવું સ્મશાન બનાવવા માટે આ બજેટમાં રૂૂ.4.5 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના નાગરિકોને પ્રસંગોનું આયોજન કરવામાં નવી સુવિધા મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના હયાત ત્રણેય ઝોનમાં એક-એક પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે, જેના માટે આ બજેટમાં રૂૂ.1.5 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. સમગ્ર રાજકોટ શહેરમાં હાલ અંદાજીત 35,000થી વધુ સભ્યોની નોંધણી સાથે કુલ મળી 09 લાયબ્રેરીઓ તથા 02 વિદ્યાર્થી વાંચનાલયની સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધાનો વ્યાપ વધારી શહેરીજનોને વધુ એક ગ્રંથાલયની સુવિધા મળે તે માટે રાજકોટ શહેરના વોર્ડ નં.3માં નવા ભળેલ વિસ્તારમાં નવી લાયબ્રેરી બનાવવામાં આવશે, જેના માટે આ બજેટમાં રૂૂ.1 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

બજેટમાં સમાવિષ્ટ થયેલ નવા પ્રોજેક્ટ

1 રાજકોટ મહાનગરપાલિકામાં નવો સાઉથ ઝોન. (વોર્ડ નં.15,16,17,18) 600 લાખ
2 રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓને વિકાસ કામો કરવા માટે ફાળવવામાં આવતી રૂૂ.15 લાખની ગ્રાન્ટમાં 5 લાખ રૂૂપિયાનો વધારો કરી વાર્ષિક રૂૂ.20 લાખની ગ્રાન્ટ. 360 લાખ
3 વોર્ડ નં.16માં દેવપરા 80 ફૂટ રોડથી આજી GIDC તરફ જતો રોડ જોડવા નદી પર 400 લાખ
4 વોર્ડ નં.11, 18, માધાપરમાં કોમ્યુનિટી હોલ તથા વોર્ડ નં.06માં આવેલ મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવિનીકરણ 500 લાખ
5 શાળા નં.01(કિશોરસિંહજી સ્કુલ) તથા શાળા નં.51(વિક્રમ સારાભાઇ) પ્રાથમિક શાળાનું નવિનીકરણ કરી મોડલ સ્કુલ બનાવવી. 200 લાખ
6 ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની જગ્યામાં શિફ્ટ કરવી/નવું બાંધકામ બનાવવું. 300 લાખ
7 દરેક આંગણવાડીમાં વોટર કુલર તથા વોટર પ્યુરીફાયર તથા સબમર્સીબલ પંપ મુકવા. 210 લાખ
8 માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમનું નવિનીકરણ. 150 લાખ
9 કિશાનપરા ચોકથી મહિલા કોલેજ અન્ડરબ્રીજ સુધી બંને બાજુ તથા બાલાજી હોલથી ધોળકિયા સ્કુલ વાળો રોડ(આવાસ યોજના સુધી) વ્હાઈટ ટોપિંગ રોડ. 350 લાખ
10 રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ તથા બાકી રહેલી તમામ મિલકતોમાં સોલાર રૂૂફટોપ ફીટ કરવા. 250 લાખ
11 રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડમાં આધુનિક વોડ ઓફીસ. 180 લાખ
12 સ્માર્ટ સોસાયટીઓમાં હાલમાં આપવામાં આવતી સફાઈ ગ્રાન્ટ પ્રતિ ચો.મી. રૂૂ.1.50 લાખ
માં વધારો કરી પ્રતિ ચો.મી. રૂા. 3.00 150 લાખ
13 શહેરના મોરબી રોડ પર આવેલ જય જવાન સોસાયટી પાછળ તથા માધાપરમાં નવું સ્મશાન. 450 લાખ
14 ઇસ્ટ ઝોન વિસ્તારમાં સેટેલાઇટ ચોકથી રેલવે ટ્રેક પૂરો થાય ત્યાં સુધી 80 ફૂટ રોડ પર તથા કુવાડવા રોડ જુના જકાતનાકાથી મહાનગરપાલિકાની હદ સુધીના રોડ પર સેન્ટ્રલ રોડ ડિવાઈડર બનાવી સેન્ટ્રલ લાઈટીંગ. 150 લાખ
15 રાજકોટ મહાનગરપાલિકાના હયાત ઝોનમાં પાર્ટી પ્લોટ. 150 લાખ
16 પેડક રોડ પર આવેલ વોકળો પાકું કરવાનું કામ. 350 લાખ
17 શહેરમાં 3 નવા મહિલા હોકર્સ ઝોન બનાવવા. 150 લાખ
18 વોર્ડ નં.03માં નવા ભળેલા વિસ્તારમાં લાઈબ્રેરી બનાવવાનું આયોજન. 100 લાખ

Advertisement
Tags :
Advertisement
Advertisement