ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખેડામાં વીજકરંટ લાગવાથી એક જ પરિવારના 3નાં મોત

04:53 PM May 01, 2025 IST | Bhumika
Advertisement

બે વર્ષની દીકરીને બચાવવા જતાં માતા-ભાઇ પણ મોતને ભેટ્યા, એક ગંભીર

Advertisement

ગુજરાતના ખેડામાં કરૂૂણાંતિકા સર્જાઈ છે. એક જ પરિવારના ત્રણ લોકોના વીજકરંટ લાગવાના કારણે મોત નિપજ્યા છે. હાલ, સમગ્ર ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બે વર્ષની દીકરી અને તેને બચાવવા ગયેલાં માતા-ભાઈનું મોત નિપજ્યું છે.
ખેડાના ઠાસરના આગરવા ગામે કરૂૂણાંતિકા સર્જાઈ છે. કૂવાની મોટરમાં ખેતી વિષયક જોડાણ મેળવેલું હતું. જેનો છેડો અડી જતા તેમાં કરંટ ઉદ્ભવ્યો હતો. કરંટ ચાલુ હતો તે દરમિયાન બે વર્ષની બાળકી મીરાને કૂવાની મોટરનો વીજકરંટ લાગ્યો. ત્યારબાદ 39 વર્ષીય માતા ગીતાબહેન પરમાર અને ભાઈ દક્ષેશ પરમાર તેને બચાવવા ગયા હતાં. જોકે, વીજકરંટ તીવ્ર હોવાના કારણે ત્રણેયનું શોક લાગવાના કારણે મોત નિપજ્યું હતું. આ દરમિયાન અન્ય એક લીલાબહેન નામની મહિલા ત્રણેયને બચાવવા આવી તો તે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

હાલ, કરંટને બંધ કરી ત્રણેયના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય ઈજાગ્રસ્ત લીલાબહેન હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી કુટંબીજનો તેમજ ગ્રામજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

Tags :
gujaratgujarat newskhedakheda news
Advertisement
Next Article
Advertisement