For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતથી મહાકુંભમાં જવા વધુ ત્રણ વિશેષ ટ્રેનો દોડાવાશે

12:30 PM Feb 05, 2025 IST | Bhumika
ગુજરાતથી મહાકુંભમાં જવા વધુ ત્રણ વિશેષ ટ્રેનો દોડાવાશે

13 અને 21મીએ અમદાવાદથી અને 22મીએ વડોદરાથી ઉપડશે, બુકિંગ પણ શરૂ

Advertisement

ગુજરાતમાં મહાકુંભમાં જવા માટે ભાવિકોનો ધસારો જોત ગુજરાતથી પ્રયાગરાજ જવા માટે વધુ ત્રણ વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. અને તેનુ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે.

પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-જંઘઈ, સાબરમતી-બનારસ અને વિશ્વામિત્રી-બલિયાની વચ્ચે ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો જોઇએ તો 1. ટ્રેન નંબર 09405/09406 અમદાવાદ- મહાકુંભ મેળા સ્પેશિયલ (4 ફેરા) 13 અને 17 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદથી 22:40 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04:30 કલાકે પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09406 -અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશિયલ 15 અને 19 ફેબ્રુઆરી 2025ના રોજ 08:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18:00 કલાકે અમદાવાદ પહોંચશે.

Advertisement

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગરા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર અને પ્રયાગરાજ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ધડ ક્લાસ કોચ હશે.

જયારે 2. ટ્રેન નંબર 09453/09454 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ (2 ફેરા) 21 ફેબ્રુઆરી 2025 ના રોજ સાબરમતી થી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે બનારસ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09454 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2025 ના રોજ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 કલાકે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગરા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ધડ ક્લાસ કોચ હશે.

આ સિવાય 3. ટ્રેન નંબર 09139/09140 વિશ્વામિત્રી-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ (02 ફેરા) 22 ફેબ્રુઆરી 2025 ના રોજ વિશ્વામિત્રીથી 08:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20:30 કલાકે બલિયા પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09140 બલિયા-વિશ્વામિત્રી મહાકુંભ મેળા સ્પેશિયલ 23 ફેબ્રુઆરી 2025ના રોજ 23:30 કલાકે બલિયાથી ઉપડશે અને ત્રીજા દિવસે 10:05 કલાકે વિશ્વામિત્રી પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજાલપુર, સંતહિરદારામ નગર, વિદિશા, ગંજ બાસૌદા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ઉરઈ, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્જાપુર, ચુનાર, વારાણસી, જૌનપુર, ઔડિહાર અને ગાજીપુર સિટી સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09139નો વડોદરા સ્ટેશન પર એક્સ્ટ્રા સ્ટોપેજ હશે. ટ્રેનમાં એસી 1-ટિયર, એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ધડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09405, 09453 અને 09139 નું બુકિંગ 06 ફેબ્રુઆરી 2025થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂૂ થશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. શકે છે.

રાજકોટથી વોલ્વોમાં બીજા દિવસે 34 યાત્રિકો રવાના

બીજા દિવસે પણ 13 બેઠકો ખાલી રહી
રાજકોટથી પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગઇકાલથી એસ.ટી દ્વારા ખાસ વોલ્વોબસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમાં આજે સવારે બીજી બસ રવાના કરવામાં આવી હતી. પરંતુ આ બસ પણ સંપૂર્ણ ભરાવાના બદલે 47 બેઠકની ક્ષમતા સામે 34 મુસાફરો જ પ્રયાગરાજ જવા રવાના થયા હતા. જયારે 13 સીટ ખાલી રહી હતી. ગઇકાલે પણ 45 બેઠકની બસમાં યાત્રિકો પ્રયાગરાજ જવા રવાના થયા હતા અને 20 સીટ ખાલી રહી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement