For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રોલ અને જોડીયામાં કથીત પત્રકારોની ટોળકી સામે નાણા પડાવ્યાની વધુ ત્રણ ફરિયાદ

12:15 PM Apr 12, 2025 IST | Bhumika
ધ્રોલ અને જોડીયામાં કથીત પત્રકારોની ટોળકી સામે નાણા પડાવ્યાની વધુ ત્રણ ફરિયાદ

Advertisement

જામનગર જિલ્લાના લાલપુર અને ફલ્લા માં ગઈકાલે પ્રેસના નામે તોડ કરતી ટોળકી સામે અલગ અલગ બે ગુના નોંધવામાં આવ્યા હતા, જે પ્રકારના વધુ ત્રણ ગુન્હા ધ્રોળ અને જોડીયા પોલીસ મથકમાં નોંધાયા છે.

ધ્રોલમાં લૈંયારા ગામમાં એક જેસીબી ચાલક પાસેથી ખાણ ખનીજ ખાતાના અધિકારીની ઓળખ આપી રૂૂ.10,000 પડાવી લીધા નું જાહેર થયું છે, તેમજ જોડિયા તાલુકાના કૂન્નડ અને હડિયાણા ગામમાં બે વ્યક્તિ પાસેથી રૂૂ.15,000 નો તોડ કર્યાનું પણ સામે આવ્યું છે. જે અંગે બે ગુન્હા દાખલ કરાયા છે.

Advertisement

ધ્રોળ તાલુકાના લૈંયારા ગામમાં રહેતા અને જેસીબી મશીન ચલાવતા ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા એ ધ્રોળ પોલીસ મથકમાં મુખ્ય સૂત્રધાર એવા પ્રવીણ કરસનભાઈ પરમાર ઉપરાંત વીરુબેન સવજીભાઈ પરમાર, ગીતાબેન પ્રવીણભાઈ ચાવડા, રાજેશ્રીબેન દીપકભાઈ ચૌહાણ અને જગદીશ હસમુખભાઈ સાંથેલા સામે પોતાની પાસેથી ખાણ ખનીજ ખાતાના અધિકારી ના નામે ખોટી ઓળખ આપી બળજબરીપૂર્વક 10,000 રૂૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત જોડિયા માં દલનોવાસ વિસ્તારમાં રહેતા મોતીભાઈ દેવાભાઈ ધ્રાંગીયા એ હડિયાણા ગામમાં તળાવમાં જેસીબી મારફતે માટી કાઢી રહ્યા હતા, જે દરમિયાન કરસનભાઈ પરમાર ઉપરાંત વૈશાલીબેન મનીષભાઈ ધામેચા જ્યોતિબેન હિંમતભાઈ મારકણા અને વીરુબેન સવજીભાઈ પરમાર એક કારમાં ધસી આવ્યા હતા, અને પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી લીધા બાદ તેને વાયરલ કરી યદેવાની ધમકી આપી પોતાની પાસેથી રૂૂપિયા દસ હજાર પડાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

ત્યારબાદ જોડિયા તાલુકા ના કુંન્નડ ગામમાં માટી કાઢવાનું કામ કરી રહેલા મંછાભાઈ જીવાભાઇ ધ્રાંગીયા નામના ભરવાડ યુવાને પણ પોતાની પાસેથી પત્રકારના નામે માટીના ખોદકામના વિડીયો ઉતારી, વાયરલ કરવાની ધમકી આપીને રૂૂપિયા 5,000 પડાવી લેવા અંગે પ્રવીણ કરસનભાઈ પરમાર ઉપરાંત સવજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement