For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાગીદારની ભત્રીજીના પ્રેમપ્રકરણમાં યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલો

04:28 PM Dec 28, 2023 IST | Bhumika
ભાગીદારની ભત્રીજીના પ્રેમપ્રકરણમાં યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલો

શહેરમાં માધાપર ચોકડી પાસે ભાગીદારીમાં ઓટો ગેરેજ ચલાવતા યુવકના ભાગીદારની ભત્રીજીના પ્રેમ પ્રકરણમાં યુવતીને ભગાડી ગયા બાદ સમાધાન થઈ ગયું હોવા છતાં પણ ઢગાએ યુવતીની પિતરાઈ બહેન સાથે ફોન મોકલાવવાની કોશિશ કરતા તેને સમજાવવા ગયા હતા ત્યારે ભાગીદાર યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળ આવેલા મનહરપુરમાં રહેતા અને માધાપર ચોકડી પાસે ભાગીદારીમાં ઓટો ગેરેજ ચલાવતા જીતેન્દ્રભાઈ રાજુભાઈ ડાંગર નામનો 29 વર્ષનો યુવાન બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે દીપક કોળી સહિતના શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા જીતેન્દ્રભાઈ ડાંગરને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

આ અંગે પ્રાથમિક પૂછપરછમાં જીતેન્દ્ર ડાંગર મિત્ર મુન્ના ઉર્ફે મનસુખ સાથે ભાગીદારીમાં માધાપર ચોકડી ખાતે ચામુંડા નામે ઓટો ગેરેજ ચલાવે છે અને હુમલાખોર દિપક કોળી અગાઉ મુન્નો ઉર્ફે મનસુખની ભત્રીજીની ભગાડી ગયો હતો અને બાદમાં તે અંગે સમાધાન થઈ ગયું હતું તેમ છતાં દીપક કોળીએ પરમ દિવસે મનસુખની ભત્રીજીને મળ્યો હતો અને અગાઉ જે યુવતીને ભગાડી ગયો હતો તેને મોબાઈલ ફોન મોકલવાની કોશિશ કરી હતી જેથી જીતેન્દ્ર ડાંગર સહિતના સમજાવવા માટે ગયા હતા ત્યારે હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement