For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેળામાં મોટી 14 રાઇડની મંજૂરી સાથે ત્રણ લાઈસન્સ ઇસ્યુ થયા

11:55 AM Aug 24, 2024 IST | admin
મેળામાં મોટી 14 રાઇડની મંજૂરી સાથે ત્રણ લાઈસન્સ ઇસ્યુ થયા

સોઇલ રિપોર્ટ , સિવિલ ટેસ્ટ, મિકેનિકલ ટેસ્ટ સહિતની જટીલ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાઇ

Advertisement

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં 20 ઓગસ્ટ 3 સપ્ટેમ્બર સુધીના 15 દિવસના શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મશીન મનોરંજનની બ્રેક ડાન્સ, ટોરાટોરા, મારુતિ મોતનો કૂવો, રેંજર, જોઈન્ટ વિલ, ક્રોસ વ્હીલ, ડ્રેગન ટ્રેન સહિતની અલગ અલગ 14 મોટી મશીન મનોરંજન ની રાઈડ લગાવવામાં આવી છે.

સરકારની ગાઈડ લાઇન ને અનુલક્ષીને દરેક પ્લોટની વચ્ચે અંતર રાખીને તેમજ એક પ્લોટ માં એક રાઈડ લગાવવાના નિયમની સાથે આ વખતે પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો યોજાયો છે.

Advertisement

જે તમામ રાઈડ ચાલુ કરવા માટે જુદા જુદા ત્રણ લાયસન્સ ધારકો દ્વારા અરજી કરવામાં આવી હતી, અને જામનગરની પ્રાંત અધિકારીની કચેરી મારફતે આજે મશીન મનોરંજન ની રાઈડ ચલાવવા માટેના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે.

જે ચાલુ કરવા માટે જરૂૂરી એવા સોઇલ રિપોર્ટ તેમજ સિવિલ સર્ટિફિકેટ, મિકેનિકલ સર્ટિફિકેટ, ઉપરાંત એનડીટી રિપોર્ટ પણ મેળવાયો છે. જે તમામ જટિલ પ્રક્રિયાઓ પાર કરીને તેમજ તેની જરૂૂરી ફી જમાવકરીને મેળા સંચાલકો દ્વારા જરૂૂરી બાહેધરી આપીને મેળાની મંજૂરી લેવામાં આવી છે, અને આખરે ત્રણ દિવસ મોડેથી મેળા શરૂૂ થયા છે. જે મશીન મનોરંજનની રાઈડમાં બેસવા માટે પ્રત્યેક રાઈડ ના સંચાલકો દ્વારા પચાસ રૂૂપિયાથી 70 રૂૂપિયા સુધીની પ્રવેશફી નક્કી કરવામાં આવી છે, અને તે અંગેના લાયસન્સ મેળવાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement