ધોળકાની કેડીલા કંપનીમાં બે મહિલા સહિત ત્રણ બેભાન, એકનું મોત
અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે ત્રાંસદ રોડ ઉપર આવેલ કેડીલા ફાર્માસ્યુટીકલ્સના કંપનીમાં સંભવિત ગેસ લિકેજના કારણે અસર થતાં બે મહિલા કર્મચારીઓ બેભાન થઈ ઢળી પડી હતી. જેમાં વર્ષાબેન રાજપૂત નામની મહિલા નું મોત થયું હતું . જ્યારે અન્ય ત્રણ જેટલા કર્મચારીઓ સારવારમાં છે.
દરમિયાન મૃતક મહિલાના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડતાં પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. મળતી માહિતી અનુસાર, કંપનીના વોશ રૂૂમ માં અચાનક બે મહિલા કર્મચારીઓ બેભાન થઇ ઢળી પડી હતી. તેમને જોવા જતાં અન્ય એક પુરુષ કર્મચારી પણ બેભાન થઇ ઢળી પડયો હતો બેભાન થવાનું કારણ અકબંધ જણાવાયું હતું. જોકે બિનસત્તાવાર રીતે મળેલી વિગતો મુજબ ગેસ લિકેજની અસર વોશરૂૂમમાં થઇ હતી. તેના કારણે આ ઘટના બની હતી. મૃતક મહિલા કર્મચારી ને પી એમ માટે અમદાવાદ ખસેડી પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે એમ જણાવાયું હતું. આ ઘટનાની ધોળકા ટાઉન પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી.
મોડી રાત્રે 11 વાગ્યા સુધી કેડિલા કંપનીના જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાના કારણે મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જ્યાં સુધી જવાબદાર કંપનીના અધિકારીઓ અમને મળે નહીં અને અમને યોગ્ય આશ્વાસન ના મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા જણાવ્યું હતું. આ ઉપરાંત ધોળકા ટાઉન પોલીસ પરિવારજનોને પંચનામાં સહી કરવા દબાણ કરતા હોવાના ગંભીર આક્ષેપ પણ કરાયો હતો.
યોગ્ય તપાસ અને ન્યાય નહિ મળે તો કેડીલા કંપની આગળ પરિવારજનો મોટી સંખ્યામાં ધારણા કરશે તેવી પણ ચીમકી પરિવારજનોએ ઉચ્ચારી હતી. હાલ ધોળકાની ખાનગી હોસ્પિટલ આગળ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
બે પુરુષ, એક મહિલા સારવાર હેઠળ સારવાર હેઠળ ત્રણ કર્મચારીઓના નામ નિધી ડામોર ઉમર આશરે 28 વર્ષ ગૌરવ ત્રિવેદી ઉંમર આશરે 36 વર્ષ નિખિલભાઇ પટેલ ઉમરા આશરે 30 વર્ષ જેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. આ બનાવમાં ત્રણ વ્યક્તિઓને અસર થઇ હતી.