સાળંગપુરના ગોધાવટા ગામ પાસે કોઝવે દુર્ઘટનામા સંત સહિત ત્રણના મોત
ગૂગલ મેપ સહારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે બોચાસણથી સાળંગપુર પરત આવતી કાર તણાંતા એક મહંત કારચાલક સંસ્કૃત મહાવિદ્યાલયના ગૃહપતિના 9 વર્ષના બાળક અને એક વ્યક્તી મળી ત્રણ વ્યક્તિના મોત થયા હતા. જ્યારે 4 હરિભક્તોનો બચાવ થયો છે. બોચાસણ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈ પરત ફરતાસાળંગપુરથી દૂર 6 કિમીના અંતરે જ કરુણ બનાવ બન્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ સાળંગપુર સ્થિત સંસ્કૃત મહાવિદ્યાલયના ગૃહપતિ દિવ્યેશભાઈ પટેલ પોતાના 9 વર્ષના બાળક પ્રભુદ્ધ પટેલ, ગોડલના કૃષ્ણકાંતભાઇ પંડ્યા, નવદીક્ષિત સંત શાંતચરિત સ્વામી સહિત 3 હરિભક્તો સાથે બોચાસણ મહંત સ્વામીના દર્શન કરી પરત સાળંગપુર આવી રહ્યાં હતા. ત્યારે રવિવારની રાત્રે પડેલાવરસાદથી ઉપવાસના પાણી રાણપુરના ગોઘાવટા ગામ પાસેના કોઝવે ઉપર ફરી વળતાં રાત્રે 11:15 વાગ્યાના અરસામાં 7 વ્યક્તિ સાથે અર્ટિગા કાર ફસાઈ ગઈ હતી. આ સમયે પાણીનું લેવલ દોઢ-બે ફૂટ હતું. પીકઅપના ચાલક ભરતભાઈ ગૈલોતરે હિંમત દાખવી રેસ્કયૂ કરવા દોરડુ આપ્યુ હતુ. પરંતુ પાણીનો પ્રવાહ 4 ફૂટ સુધી થઇ જતાં કાર પલટી મારી ગઇ હતી.
જે સમયે કારમાં બેઠેલા 4 વ્યક્તિ બહાર નીકળી શક્યા હતા પરંતુ કારની છેલ્લી હરોળમાં બેઠેલા બાળક અને 1 સંત અને 1 હરી ભક્ત કારમાથી બહાર ન નીકળી શકતા બાળક અને હરીભક્તનુ મૃત્યુ થયું હતું જ્યારે સંત શાંતચરિત સ્વામી કારમાથી બહાર પાણીના પ્રવાહમા તણાઈ જતા તેમનો મૃતદેહ 18 કલાક બાદ ઘટના સ્થળથી 500 મીટર દૂર ચેકડેમ પાસેથી મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટના ગુગલમેપના રસ્તે જતાં બની હોવાનું જાણવા મળ્યું છે. ગુગલમેપમાં ધંધુકાથી સાળંગપુર તરફ જતાં પોલારપુર પાસે કામ ચાલી રહ્યું હોવાથી આ રસ્તે સાળંગપુર તરફ જવાનો નિર્દેશ કરાયો હતો. જ્યારે નીકળેલી લક્ઝરી બસ બરવાળા મુખ્યમાર્ગથી સાળંગપુર પહોંચી ગઈ હતી. આ બનાવતી હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે