જુગારના ત્રણ દરોડા : 20 શખ્સો ઝડપાયા
65 હજારની રોકડ સહિત 86 હજારનો મુદ્દામાલ જપ્ત : ત્રણ મહિલાઓ પણ પકડાઈ
રાજકોટ શહેરમાં ઠેર ઠેર જુગાર રમાતા હોવાની જાણ પોલીસને થતાં પોલીસે દરોડા પાડવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે ગઈકાલે શહેરમાં નાનામવા ચોક પાસે ભીમનગર, મવડી વિસ્તારમાં અંકુરનગર મેઈન રોડ, ભોલેનાથ સોસાયટી અને ગોકુલધામ આવાસ યોજના સામે સંજયનગરમાં દરોડા પાડી જુગાર રમતા ત્રણ મહિલા સહિત 20 શખ્સોને ઝડપી 86 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જુગારના પ્રથમ દરોડામાં નાનામવા સર્કલ પાસે આવેલા ભીમનગરમાં જુગાર રમતા બાબુ લક્ષ્મણ વઘેરા, હાજી ઈસ્માઈલ જુણેજા, યુનુસ ઈલ્યાસ ચાનીયા, ફેઝલ આરીફ ગલરીયા, અલ્પેશ રમણીક ગોટેચા અને પ્રેમજી ચકુભાઈ ચૌહાણને ઝડપી રૂા.40 હજારની રોકડ અને ત્રણ મોબાઈલ સહિત રૂા.61,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજા દરોડામાં મવડી વિસ્તારમાં આવેલા અંકુરનગર મેઈન રોડ, ભોલેનાથ સોસાયટી, શેરી નં.4 અંબેકૃપા મકાનમાં જુગાર રમતા ઉષાબેન અમીતભાઈ પતરીયા, ભારતીબેન રતિલાલભાઈ જરીયા, રક્ષાબેન નૈમિષભાઈ પતરીયા, મેરામભાઈ વિરમભાઈ લાબરીયા, જયદીપ પુંજા લાબરીયા, યશ સંજય પાંઉ, નૈમિષ પ્રવિણભાઈ પતરીયા અને જયદીપ હિતેશભાઈ મુળીયાને ઝડપી રૂા.13,200ની રોકડ કબજે કરી હતી. તેમજ ત્રીજા જુગારના દરોડામાં થોરાળા પોલીસે ગોકુલધામ આવાસ યોજનાની સામે સંજયનગર શેરી નં.2માં જુગારનો દરોડો પાડી જુગાર રમતા સંજય માધા ડેડાણીયા, મુકેશ માધા, સાગર ચંદુભાઈ ડાભી, અજીત અશોકભાઈ સાકરીયા, દેવરાજ જેરામ કુકાવા અને વિપુલ રણછોડ ડેડાણીયાને ઝડપી તેમની પાસેથી રૂા.12,280નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.