ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ પોલીસ વિભાગના ત્રણ પૂર્વ પીઆઈ અને એક પીએસઆઈ ફરી ફરજ નિયુક્ત

11:18 AM Jul 22, 2024 IST | admin
Advertisement

રાજકોટ પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચુકેલા ત્રણ પીઆઈ અને એક પીએસઆઈને સસ્પેન્ડ કરવામા આવ્યા બાદ તમામને ફરી ફરજ નિયુક્ત કરવામા આવ્યા છે. રાજકોટ શહેર પોલીસમાં અગાઉ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી ચુક્યા પીઆઈ વી.કે. ગઢવી, પીઆઈ કે.બી. રાજવી અને પીએસઆઈ એસ.વી. સાખરા તેમજ એસઓજીના તત્કાલીન પીઆઈ આર.વાય. રાવલને ફરી ફરજ નિયુક્ત કરવામા આવ્યા છે.
અગાઉ રાજકોટ શહેરમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા પીઆઇ વી કે ગઢવી અગાઉ સસ્પેન્ડ થયા હતાં. તેમની ફરી નિમણૂક થઈ છે.

Advertisement

તેમને ડાંગ ખાતે નિમણૂક અપાઇ છે. તેમજ પીએસઆઇ એસ.વી. સાખરાને વડોદરા શહેરમાં બદલી સાથે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને પોલીસ મહા નિરીક્ષક ( વહીવટી ) વિભાગના ગગનદીપ ગંભીર દ્વારા ફરી નિમણૂક અપાઈ છે. તેમજ સુરત શહેર અને અમદાવાદ સીટીના બે સસ્પેન્ડ થયેલા પીઆઇની બદલી સાથે ફરી નિમણૂકના હુકમ થયા છે.

સુરત વેસુ પોલીસ મથકના અને અગાઉ રાજકોટ એસઓજી બ્રાન્ચ તેમજ જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવી ચૂકેલા પીઆઇ આર. વાય. રાવલને અમરેલી જિલ્લામાં તેમજ અમદાવાદ શહેરના પી.આઈ.કે બી રાજવીને દેવભૂમિ દ્વારકા બદલી સાથે ફરી નિયુક્તિ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
gujaratgujarat newsPSIrajkotrajkot newsrajkotnews
Advertisement
Next Article
Advertisement