For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાસણના વેપારી સહિત ત્રણના હૃદયરોગના હુમલાથી મૃત્યુ

05:40 PM Mar 20, 2024 IST | Bhumika
વાસણના વેપારી સહિત ત્રણના હૃદયરોગના હુમલાથી મૃત્યુ
  • શાકભાજીનો ધંધાર્થી બાંકડા ઉપર સુતા પછી ઉઠયો જ નહીં

શહેરના જૂદા જૂદા ત્રણ વિસ્તારોમાં આજે પ્રથમ બેભાન થયા બાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયેલ બે યુવાન અને એક આધેડ એમ ત્રણના હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સિવિલ હોસ્પિટલમાં નોંધાયું છે.
ત્રણેય બનાવની મળતી વિગતોમાં પ3થમ બનાવમાં માલધારી સોસાયટી કરણાભાઈના ગાર્ડન પાછળ રહેતા રમેશ કાથડ ઉધરેજિયા નામનો 37 વર્ષનો યુવાન આજે સવારે જૂના માર્કેટ યાર્ડના બાકડા ઉપર સુતો હતો ત્યારે અચાનક બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું ફરજપરના તબીબોએ જાહેર કર્યુ હતું.
બી ડિવિઝન પોલીસે મૃતકના પરિવારજનોની પુછપરછ કરી હતી ત્યારે એવું જાણવા મળ્યું હ તું કે, રમેશ શાકભાજી વેચવાનો ધંધો કરે છે. સંતાનમાં બે દિકરા અને ત્રણ દિકરી છે.

Advertisement

બીજા બનાવમાં ગુંદાવાડી શેરી નં. 12માં રહેતા પ3શાંત નટવરલાલ કાગડા (ઉ.વ.40) ગઈકાલે રાત્રે ઘરે સુતા બાદ આજે સવારે નહીં ઉઠતા સિવિલ હોસ્પિટલે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેમને હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતું. મૃતક 4 ભાઈ અને એક બહેનમાં નાનો હોવાનું તેમજ કુવારો છે. મોટામવા વિસ્તારમાં વાસણની દુકાન ધરાવે છે.

જ્યારે ત્રીજા બનાવમાં લાખના બંગલા પાસે વેલનાથ ચોક ગાંધીગ્રામમાં રહેતા નીતિનભાઈ સુરેશભાઈ સવાણી (ઉ.વ.45) નામના આધેડ આજે સવારે તેમના ઘરે બેભાન થઈ જતાં સિવિલમાં ખસેડાયા હતાં જ્યાં તેમનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું તબીબોએ જાહેર કર્યુ હતું. ગાંધીગ્રામ પોલીસના જણાવ્યાનુસાર મૃતકને સંતાનમાં 1 પુત્ર છે. બે ભાઈ અને બે બહેનમાં મોટાભાઈ હતા તેમજ કેટરર્સનું કામ કરતા હતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement