For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉકાણી પરિવાર દ્વારા સોમવારથી ત્રિ-દિવસીય મનોરથ: ભવ્ય ધર્મયાત્રા

04:25 PM Jan 01, 2025 IST | Bhumika
ઉકાણી પરિવાર દ્વારા સોમવારથી ત્રિ દિવસીય મનોરથ  ભવ્ય ધર્મયાત્રા

લાડકવાયી દીકરીના લગ્ન નિમિત્તે 12.5 એકરમાં ઇશ્ર્વરિયા ખાતે વૃંદાવનધામનું નિર્માણ: નાથદ્વારાથી ચાર્ટર પ્લેનમાં ધ્વજાજી આવશે: ડુંગર દરબારથી રાધિકા ફાર્મ સુધી ભવ્ય શોભાયાત્રા

Advertisement

રાજકોટની આન-બાન અને શાન ગણાતા સેવાભાવી, દાનવીર, ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની લાડકી દિકરી ચિ. રાધાના ’શાહિ’ લગ્નોત્સવ પૂર્વ યોજાનારા ’મનોરથ’ તથા શ્રી નાથદ્વારા ’ધ્વજાજી’ આરોહણ નો સમગ્ર રાજકોટની જનતાને લાભ મળે તે માટે સર્વ સમાજના અગ્રણી અને સંસ્થાઓ કાર્યરત બની છે. શ્રી નાથદ્વારાની ‘ધ્વજાજી’ ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા માટે તડામાર તૈયારીઓ શરૂૂ થઇ છે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના મોભી, એવા દ્રારકાધીશના પરમભકત મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્રારા કાલાવડ રોડ પર ઇશ્વરીયાના ‘દ્વારકાધીશ ફાર્મ’ ખાતે 12.5 એકર વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યુ છે.

મૌલેશભાઈ ઉકાણીની લાડકવાયી દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ તા. 7,8,9, જાન્યુઆરીના રોજ ત્રિદિવસીય મનોરથની ઉજવણી થશે. નાથદ્વારાથી ખાસ ચાર્ટર પ્લેનમાં શ્રી નાથજીની ’ધ્વજાજી’ નું આગમન થશે. પાટીદાર સમાજના મોભી ડો. ડાયાભાઈ પટેલે તબીબી વ્યવસાયને માનવસેવામાં તબદીલ કરી હજારો દર્દીઓના જીવનમાં સ્વાસ્થય અને સુખનો સરવાળો કર્યો છે. માનવ સેવા એજ ધર્મના સિધ્ધાંતને મૌલેશભાઇ એ પિતા પાસેથી અપનાવી પોતાના વ્યવસાય બાનલેબ થકી તો દેશ-વિદેશમાં ઉદ્યોગપતિ તરીકે અનન્ય સફળતા તો મેળવી જ સાથોસાથ સમાજના દરેક વર્ગ માટે સેવા ની સરવાણી વહાવી પાટીદાર સમાજના મોભી, જાણીતા દાનવીર, મુંઠી ઉચેરા માનવી તરીકે લોકોના હદયમાં સ્થાન મેળવ્યુ છે. યુવા ઉદ્યોગપતિ, દ્વારકાધીશના પરમ ભકત, જગતમંદિર દ્વારકાના ટ્રસ્ટી, ઉમિયાધામ સિદસરના ચેરમેન, રાજકોટ સહીત સૌરાષ્ટ્રની 100 થી વધુ સંસ્થાઓ સાથે જોડાયેલા મૌલેશભાઈ ઉકાણી તથા સોનલબેન ઉકાણીની લાડકી દિકરી ચિ. રાધાના લગ્ન સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગગુહ, દાતા પરિવાર નીતીનભાઈ પોપટભાઈ પટેલના પુત્ર ચિ. રીશી સાથે યોજાશે. તે પૂર્વે ઉકાણી પરિવાર દ્રારા ત્રિદિવસીય મનોરથનું આયોજન કરવામાં આવ્યુ છે.

Advertisement

શ્રીનાથજીની ધ્વજા આરોહણ અને મનોરથ પ્રસંગને ભવ્ય-દિવ્ય બનાવવા માટે રાજકોટના વિવિધ સમાજો-સંસ્થાઓના અગ્રણીઓ સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શિક્ષણ જગતના ડી.બી. મહેતા, વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા જાણીતા ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટડીયા, મુકેશભાઈ શેઠ, મનસુખભાઈ પાણ, કિરીટભાઈ આદ્રોજા, ભરતભાઈ ડઢાણીયા, હરીશભાઈ લાખાણી, સર્વાનંદભાઈ સોનવાણી, મનીષભાઈ માદેકા, ગુણુભાઈ ડેલાવાલા, પ્રભુદાસભાઈ પારેખ, જે.કે.પટેલ, ધનશ્યામભાઈ હેરભા, યુસુફભાઈ માકડા, ભરતભાઈ ગાજીપરા, જતીનભાઈ ભરાડ, અજયભાઈ પટેલ, પરિમલભાઈ પરડવા, હરીસિંહ સુચરીયા, રમેશભાઈ ઠકકર, રાજુભાઈ પોબારૂૂ, મીતલભાઈ ખેતાણી, કિરણભાઈ છૈયા, ભાગ્યેશભાઈ વોરા, જીતુભાઈ કોઠારી, વિજયભાઈ દેસાણી, અનુપમભાઈ દોશી, કલ્પેશભાઈ ઉકાણી, સુનીલભાઈ વોરા, નલીનભાઈ તન્ના, વિજયભાઈ ડોબરીયા, કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માકડ, નિરજભાઈ પટેલ, ચંદુભાઈ પરમાર, ઉપેનભાઈ મોદી, શૈલેષભાઈ જાની, જીજ્ઞેશભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ જીવાણી, બીપીનભાઈ બેરા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, માધાંતાસિંહ જાડેજા, રમેશભાઈ રાણીપા, ચંદુભાઈ ખાનપરા, પુનીતભાઈ ચોવટીયા, રાજુભાઈ કાલરીયા, રાજનભાઈ વડાલીયા, સમીરભાઈ હાંસલીયા, જીતભાઈ શાપરીયા, જયેશભાઇ વાછાણી સહીત 51 સભ્યોની ટીમ કામે લાગી છે.6 જાન્યુ. ના રોજ યોજાનારી ધર્મયાત્રા અંગે વિગત આપતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શિક્ષણ જગતના ડી.બી. મહેતા, જાણીતા ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટડીયા એ જણાવ્યુ હતુ કે રાજકોટ સહીત સૌરાષ્ટ્રની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા દાનવીર- દાતા મૌલેશભાઈ ઉકાણી પરિવારમાં લગ્નોત્સવ પૂર્વ યોજાનારા મનોરથ તથા શ્રીનાથદ્રારા ની ‘ધ્વજાજી’ નો અલૌકિક અવસર રાજકોટની જનતા માટે એક યાદગાર સંભારણું બની રહેશે.

આ અવસરે સમગ્ર રાજકોટને ‘ગોકળીયું’ બનાવવા કામગીરી શરૂૂ થઇ છે. આગામી તા. 6 જાન્યુઆરી એ બપોરે ત્રણ વાગ્યે શ્રી નાથદ્રારાથી ચાર્ટર પ્લેનમાં ’ધ્વજાજી’ આવશે ત્યારે એરપોર્ટ થી 21 ગાડીઓના કાફલ સાથે ‘ધ્વજાજી’ ને કાલાવડ રોડ ઉપર બાનલેબની ઓફિસ ખાતે લઇ જવાશે જયાં ભવ્યાતિભવ્ય સ્વાગત થશે. ત્યારબાદ ફરીવાર ‘ધ્વજાજી’ ને 21 ગાડીઓના કાફલા સાથે 150 ફુટ રીંગ રોડ પર અમીન માર્ગના છેડે ડુંગર દરબાર ખાતે લઇ જવાશે. જયાંથી પદયાત્રા રૂૂપે ધર્મયાત્રા શરૂૂ થશે.શ્રી નાથજીની ‘ધ્વજાજી’ સાથે ત્રણ વિન્ટેજ કાર, ત્રણ બગીઓ, ખેડી ગૌ શાળાની 84 યુવાનોની રાસ મંડળી, બે ડી.જે., સહીત વિશાળ સંખ્યામાં વૈષ્ણવો અને ધર્મપ્રેમી જનતા પદયાત્રા સ્વરૂૂપે ધર્મયાત્રામાં જોડાશે.

આ ધર્મયાત્રા ડુંગર દરબારથી નાનામૌવા સર્કલ, નાનમૌવા રોડ, આલાપ ટવીન્ ટાવર, અલય પાર્ક, હરીદ્રાર હાઇટસ્ થઇ સ્પીડવેલ ચોક થઇ ન્યુ 150 ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ સુધીની વિશાળ શોભાયાત્રા યોજાશે. આગામી તા. 7,8,9 જાન્યુ. ઇશ્વરીયા ખાતે ઉકાણી પરિવારના દ્રારકાધીશ ફાર્મ ખાતે યોજાનારા ત્રિદિવસીય મનોરથમાં જાહેર જનતાને દર્શનનો લાભ લેવા બાન લેબ ઉકાણી પરિવારના મૌલેશભાઈ ઉકાણીએ જાહેર આમંત્રણ પાઠવ્યુ છે. રાજકોટના વિવિધ સમાજ-સંસ્થાઓ દ્વારા શ્રીનાથજીની ધ્વજાજી ને રંગેચંગે વધાવા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement